છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને કવાંટ તાલુકાના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના 2 સરકારી ગોડાઉનમાં ફાળવવામાં આવેલ તુવર દાળના જથ્થાનું સેમ્પલ ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલતા તે જથ્થાનો સેમ્પલ ફેલ આવતા દાળનું વિતરણ અટકાવવામાં આવ્યું.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલી 42 જેટલી સસ્તા અનાજ ની દુકાનો માટે 200 ક્વિન્ટલ દાળ નો જથ્થો સરકારી ગોડાઉન માં ફાળવાયો હતો તે રીતના કવાંટ તાલુકા ની 73 જેટલી સસ્તા અનાજ ની દુકાનો માટે 149 ક્વિન્ટલ દાળ નો જથ્થો ફાળવાયો હતો.. જે જથ્થો ગોડાઉન માં ફાળવવામાં આવે તે જથ્થા ને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે જેમાં નસવાડી ગોડાઉન મેનેજર તેમજ કવાંટ ના ગોડાઉન મેનેજર દ્વારા આ તુવર દાળ ના જથ્થા ના સેમ્પલ ફૂડ રિસર્ચ વિભાગ ની લેબોરેટરી માં સેમ્પલ મોકલ્યા હતા તે સેમ્પલ ટેસ્ટિંગ તુવર દાળ ખાવા લાયક ના હોવાનું બહાર આવતા હાલ નસવાડી તાલુકાના તેમજ કવાંટ તાલુકાના 115 જેટલી સસ્તા અનાજ ના દુકાન સંચાલકો એ જથ્થો મેળવવા માટે 17 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. તે નાણાં ગુંચવાઈ ગયા છે.
જયારે રેશનકાર્ડ ગ્રાહકોને પણ આ તુવર દાળ નો જથ્થો સમયસર મળે નહિ બીજી તરફ સવાલ એ પણ થઇ રહ્યો છે. કે જે જગ્યા ઉપરથી તુવર દાળ સરકારે ખરીદી ત્યાં સેમ્પલ કેમ ટેસ્ટિંગ કરવામાં ના આવ્યા સાથે જિલ્લા મથકે દાળ નો જથ્થો જયારે તાલુકા મથક ના ગોડાઉનો સુધી ફાળવવા માં આવ્યો અને તાલુકા મથક ના ગોડાઉન મેનેજર દાળ નો જથ્થો ટેસ્ટિંગ માં મોકલ્યો ત્યારે સમગ્ર ભોપાળું બહાર આવ્યું છે.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને કવાંટ ના ગોડાઉન મેનેજરો દાળ નું વિતરણ અટકાવી દીધું છે. જયારે હાલ તો સસ્તા અનાજ સંચાલકો ના નાણાં ફસાઈ ના જાય તે માટે દાળ નો જથ્થો ઝડપ થી ફાળવવા માં આવે તેવી માંગ કરી રહ્યા છે

