શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલમાં વાલી મીટીંગ નું સુંદર આયોજન
તારીખ 19 /9/ 2024 ના રોજ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલમાં ધોરણ 9 અને 11 ની વિદ્યાર્થીની બહેનોના વાલીશ્રીઓની મીટીંગનુ આયોજન કરવામાં આવેલ હતું.આ ખાસ દિન નિમિત્તે શાળામાં મોટીવેશન સ્પીકર શ્રી નરેન્દ્ર ભાઈ ડાભીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી ત્યારે આ સુંદર કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. વાલીશ્રીઓની વિશાળ હાજરી ની વચ્ચે સુંદર પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ મોટીવેશન સ્પીકર શ્રી નરેન્દ્રભાઈ ડાભી દ્વારા વિદ્યાર્થીની ના ઉછેર અને શિક્ષણ બાબતે ઘણી ઊંડાણપૂર્વક ચર્ચા કરી વાલીશ્રીને ઘણી બાબતોની જાણકારી આપી હતી. આ સાથે દીકરી ઘરની દીવડી સમાન ગણાવી અને એમના માટે જેટલા પ્રયત્નો વડે શિક્ષણ આપી શકાય તેવા ઉમદા પ્રયત્નો વાલી શ્રી એ હાથ ધરવા જોઈએ. તેવી વાત કરી હતી.આ બાબતે શાળાના આચાર્ય શ્રી ઉષાબેન તેરૈયાએ શાળાની કેટલીક વિશિષ્ટતાઓ, વિશેષતાઓની વિસ્તૃત જાણકારી વાલી શ્રી ને આપી હતી.તેમજ શાળાના શિક્ષક શ્રી નિલેશભાઈ ગોસ્વામી એ વાલીશ્રી ને વિદ્યાર્થીઓ ના જીવન ઉપયોગી કેટલાક સુચનો પણ જણાવેલ હતા. તેમજ આ સુંદર કાર્યક્રમમાં રામાનંદી છાત્રાલયના ટ્રસ્ટી શ્રી ઘનશ્યામદાસ બાપુ તેમજ અરુણભાઈ દેવમુરારી ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.અંતમાં વિદ્યાર્થીની બહેનો દ્વારા પણ દીકરી અને શિક્ષણ વિશે કેટલાક સુંદર વક્તવ્ય આપેલ હતું. સમગ્ર કાર્યક્રમમાં આશરે 200 કરતા પણ વધારે વાલીઓની ઉપસ્થિતિ રહી હતી અને આ સુંદર કાર્યક્રમ યોજાયો હતો ત્યારે શાળાના પ્રાર્થના હોલમાં તાળીઓના ગડગડાટ સાથે આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવેલા હતો. ત્યારે આ સુંદર કાર્યક્રમનું સંચાલન શ્રી તૃપ્તિબેન ભરાડ દ્વારા કરવામાં આવેલ હતું.



