Gujarat

ઓલપાડ તાલુકાની કમરોલી પ્રાથમિક શાળામાં બ્યુટી કીટ અને વસ્ત્ર વિતરણ

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કમરોલી પ્રાથમિક શાળામાં જીણોદ ગામનાં વતની ડૉ. રાજુભાઈ પટેલ તરફથી  શાળામાં ભણતી બાળાઓને બ્યુટી કીટ અને વસ્ત્ર વિતરીત કરવામાં આવ્યા હતાં.
શાળામાં યોજાયેલ એક નાનકડા કાર્યક્રમમાં ડૉ. રાજુભાઈ પટેલ તરફથી મળેલ કીટ તેમનાં સ્નેહીજનનાં હસ્તે બાળાઓને વિતરણ કરવામાં આવી હતી. આ તકે બાળકોમાં આનંદની લહેર પ્રસરી જવા પામી હતી. આ પ્રસંગે ડૉ. રાજુભાઈ પટેલે સૌ બાળકોને શૈક્ષણિક પ્રગતિ માટે ટેલિફોનિક શુભેચ્છા પાઠવી હતી. શાળાનાં આચાર્યા શ્રીમતી જ્યોતિબેન પટેલે દાતાની સખાવતને બિરદાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.