ગીરગઢડા તાલુકાના બેડીયા ગામે સરકાર દ્વારા રહેણાંક મકાન માટે ફાળવવામાં આવેલ પ્લોટ વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભો કરવાનું કામ ચાલુ કરી ખોદકામ શરૂ કરવામાં આવતા આ વિસ્તારમાં આજુબાજુના રહેણાક મકાનના રહિશો દ્વારા ગ્રામ પંચાયતના સરપંચને જાણ કરતા ગ્રામ પંચાયત દ્વારા ગંભીરતાથી લઇ તાલુકા વિકાસ અધિકારીને લેખીત રજુઆત કરી કામ અટકાવ્યું હતુ.
ટાવર માટે દશ ફુટ ઉંડો ખાડો કરતા ચોમાસા દરમ્યાન આજુબાજુના રહિશોના મકાનને નુકસાન થાય તેવી ભિતી સેવાય રહી છે.
સરપંચ પાસેથી જાણવા મળતી વિગતો મુજબ બેડીયા ગામે રાહતના પ્લોટમા રહેણાંક હેતુ થી પ્લોટ ફાળવવામાં આવેલ છે. તેમા ગામના છગનભાઇ જાદવભાઈ બલદાણીયા દ્વારા જે પ્લોટ રહેણાંક મકાન માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલ તે પ્લોટમાં ટાવર ઉભો કરવા માટે કામ ચાલુ કરતા ગ્રામ પંચાયત દ્વારા ટાવરનુ કામ બંધ કરવા બે નોટિસ આપી તેમ છતાં કામ બંધ ન કરતા આજે ગ્રામ પંચાયત ગીરગઢડા તાલુકા વિકાસ અધિકારીને લેખીત રજુઆત કરી છે
તાલુકા વિકાસ અધિકારીના જણાવ્યા મુજબ આજે ગીરગઢડા તાલુકાના બેડીયા ગ્રામ પંચાયત દ્વારા બેડીયા ગામે રાહતના પ્લોટમાં ટાવરનુ કામ ચાલુ હોય તેમા તાલુકા પંચાયત કચેરીના અધિકારી દ્વારા સ્થળ તપાસ કરી તો જાણવા મળેલ કે આ ટાવરનું કામ ગ્રામ પંચાયતની મંજુરી લીધા વગર થઇ રહ્યુ છે. તેમજ સરકાર દ્વારા રહેણાંક મકાન હતું થી ફાળવવામાં આવેલ પ્લોટમાં ટાવરનું કામ તાત્કાલિક અસરથી અટકાવવામાં આવેલ છે.