Gujarat

પાટણ પાલિકા પ્રમુખનાં અઘ્યક્ષસ્થાને ‘લખપતિ દીદી’ કાર્યક્રમ અન્વયે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું..

પાટણ પાલિકા પ્રમુખનાં અઘ્યક્ષસ્થાને ‘લખપતિ દીદી’ કાર્યક્રમ અન્વયે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું..

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કન્વેન્શન હોલમાં નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારના અઘ્યક્ષસ્થાને ‘લખપતિ દીદી’ કાર્યક્રમ અન્વયે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

“લખપતિ દીદી” કાર્યક્રમ અન્વયે એન.આર.એલ.એમ યોજના અંતર્ગત સ્વસહાય જૂથોને રીવોલ્વીંગ ફંડ, કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ તથા બેંક લોનના લાભાર્થીઓને લાભ મેળવ્યો હતો. જેમાં ૨૨૫ સ્વસહાય જૂથની મહિલાઓનો સમાવેશ થાય છે. એન.આર.એલ.એમ યોજના અંતર્ગત સ્વસહાય જૂથોને રીવોલ્વીંગ ફંડ, કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ તથા બેંક લોનના ચેકના વિતરણ કરવામાં આવ્યા. આ કાર્યકમ અંતર્ગત લાભાર્થીઓએ પોતાના અનુભવ વ્યક્ત કર્યા હતા.

આ પ્રસંગે ડી.આર.ડી.એ.ના નિયામક આર.પી.જોશી, તાલુકા વિકાસ અધિકારી કેતનભાઈ પ્રજાપતિ, સ્વ સહાય જૂથની મહિલાઓ તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ

IMG-20240825-WA0058-5.jpg IMG-20240825-WA0057-4.jpg IMG-20240825-WA0056-3.jpg IMG-20240825-WA0055-2.jpg IMG-20240825-WA0054-1.jpg IMG-20240825-WA0053-0.jpg