મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા તા.25 નવેમ્બર થી 10 ડીસેમ્બર સુધી વિવિધ થીમ આયોજિત પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવેલ છે જે ભાગરૂપે તા.03/12/24 ના રોજ બાળ લગ્ન પ્રતિબંધિત અધિનિયમ ૨૦૦૬ અંતર્ગત કવાંટ તાલુકાના ઇંગલિશ હાઈસ્કૂલ ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીક ફોર એમ્પાવરમેન્ટ વિમેન યોજનાના કર્મચારી દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ચાલતી યોજનાની માહિતી આપવામાં આવી હતી. સમાજ સુરક્ષા કચેરીના કર્મચારીઓ દ્વારા બાળ લગ્ન વિશેની માહિતી આપવામાં આવી હતી.

આં પ્રોગ્રામ માં શાળાના 177 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તેમજ વ્હાલી દીકરી યોજના હેઠળ લાભાર્થી દીઠ 1,10,000 ની 3,30,000 ની સહાય આપવામાં આવી હતી. આ અવસરે ઉપસ્થિત સમાજ સુરક્ષા સહાયક,PBSC સ્ટાફ શાળાના આચાર્ય,મહિલા અને બાળ અધિકારીના સ્ટાફ પણ હાજર રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર