તા.૧૮-૯-૨૦૨૪ બુધવાર સવારે ૧૧-૦૦ વાગે ભાદરવા સુદ પૂનમ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ,હરિદ્વારના આદ્ય સંસ્થાપક નારી જાગરણના પ્રણેતા મમતાની મૂર્તિ શક્તિ સ્વરૂપા માતા ભગવતીદેવીની પૂણ્ય તિથીએ શ્રદ્ધાજંલિ નિમિત્તે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા સ્મિત ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ,અખબાર નગર સર્કલ નજીક,નવાવાડજ, અમદાવાદ ખાતે સમૂહમાં મનોદિવ્યાંગ બાળકોને ગાયત્રી મંત્રોચ્ચાર,પૂજન-અર્ચન,દિપયજ્ઞ ગાયત્રી પરિવારના મનોજભાઈ ત્રીવેદી કરાવ્યું હતું તથા બાળકોને મિષ્ઠાન સાથે ભોજન પીરસવાામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે સંંસ્થાના સંચાલક ચંદ્રસિંંહ ચૌહાણે આભાર વ્યક્ત કર્યો હતો.





