Gujarat

રાવલ ખાતે પિતૃઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ યોજાઈ, કેબિનેટ મંત્રી સહિતના શ્રોતાઓએ લાભ લીધો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલ ખાતે સમસ્ત ગ્રામજનો દ્વારા તાજેતરમાં સમૂહ પિતૃઓના મોક્ષાર્થે 21 પોથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

જાણીતા શાસ્ત્રી રાજુભાઈ ગોર (લહેરુ)ના વ્યાસાસને યોજવામાં આવેલી આ ભાગવત સપ્તાહમાં 18 વર્ણના લોકોએ ઉત્સાહપૂર્વક લાભ લઇ અને કથા શ્રવણ કર્યું હતું. આ પ્રસંગે અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ પણ ખાસ ઉપસ્થિત રહી કથામૃતનું રસપાન કર્યું હતું.

સાથે સાથે ગ્રુપ દ્વારા ચાલતા ગૌ આશરાની મુલાકાત લઈ આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. આ ભાગવત સપ્તાહની આજરોજ ગુરુવારે મંગલ પૂર્ણાહુતિ થઈ હતી.