Gujarat

વિસાવદર સ્થાનિક જૈન સંઘ દ્વારા મહાવીર જયંતિની ભક્તિ સભર ઉજવણી

વિસાવદર સ્થાનિક જૈન સંઘ દ્વારા મહાવીર જયંતિની ભક્તિ સભર ઉજવણી

વિસાવદર સ્થાનિક જૈન સંઘ દ્વારા આયોજિત 24 માં તીર્થંકર મહાવીર સ્વામી ગોંડલ સંપ્રદાયના મહાસતીજીઓ, જૈન, જૈનતર, શ્રાવક, શ્રાવિકાઓની ઉપસ્થિતિ વચ્ચે ભાવ સભર ભક્તિના માહોલ સાથે દબદબાભેર શાનદાર ઉજવણી કરવામાં આવી.
સૌ પ્રથમ જૈન ઉપાશ્રયથી શણગારેલ ફ્લોટ્સ અને ડી.જે. સંગીતની સુરાવલીઓ સાથે જૈન સમાજ તથા અન્ય સમાજના ધર્મ અનુરાગી ભાઈઓ- બહેનો દ્વારા નગરયાત્રા પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ વિસાવદર ગૌશાળાના મેદાનમાં ધર્મસભામાં પરિવર્તિત થયેલ. સાફામાં સજજ યુવાનોએ મહાવીર સ્વામીના જયઘોષ સાથે ધર્મસભાનો પ્રારંભ કરવામાં આવેલ.
સૌ પ્રથમ શાસન પ્રભાવિકા પૂ.હસ્મિતાબાઈ મહાસતીજીએ મંગલાચરણ સંભળાવી નવકાર મંત્રથી કાર્યક્રમની મંગલ શરૂઆત કરેલ. બાદ શાસ્ત્રી જસ્મિનભાઇ જાનીએ ઉપસ્થિત સંતો, મહંતો આમંત્રિતો, શ્રાવક, શ્રાવિકાઓનું શાબ્દિક સ્વાગત કરેલ.
ત્યારબાદ ધર્મસભામાં ઉપસ્થિત સંતો ગોવિંદબાપુ (રામેશ્વર સતાધાર) આનંદગિરિબાપુ (દિગંબર આશ્રમ) આઇ રૂપલમાં (રૂપલધામ રામપરા) એ આશિર્વચનો પાઠવેલ. તેમજ શહેરના આમંત્રિતો અશ્વિનભાઈ પંડ્યા તથા વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી એ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ કે જૈન ધર્મ જીવ માત્રના રક્ષણની ખેવના કરે છે. સંયમ, અહિંસા અપરિગ્રહતા જેવા કઠોર રાહ પર ચાલતા મહારાજ સાહેબો તથા મહાસતીજીઓના જીવન ઝરમરની વિસ્તૃત છણામત કરી. તમામ લોકોમાં ધર્મભાવના વધે ભાવિ પેઢીમાં ધર્મજાગૃતિના બીજ રોપણ થાય તેવો અનુરોધ કરેલ.
રાષ્ટ્ર સંત ગુરુદેવ પૂ.નમ્રમુનિ મ.સા.ના આશીર્વાદ સાથે અખંડ સેવાભાવી પૂ.ભદ્રાભાઈ મહાસતીજીના શાસન પ્રભાવિકા પૂ.હસ્મિતાબાઈ મહાસતીજીએ ભગવાન મહાવીરની જીવન ઝરમર, મહાવીર ભગવાનના જન્મ સમયે તેમની માતાને આવેલા ૧૪ સ્વપ્નો મધુરગાન સાથે શ્રોતાજનોને તરબતોળ કરેલ. બાદ બાર મહિનાઓ, તિથિઓ, વાર, નક્ષત્રો દરમિયાન થયેલ મનુષ્ય જન્મના લક્ષણો વિશેની માર્મિક વાતોથી સૌને વાકેફ કરી, ઉપસ્થિત શ્રાવક શ્રાવિકાઓને આશીર્વાદવચનો પાઠવેલ.
આજના મહાવીર જન્મ જયંતિ પ્રસંગે ઉપસ્થિત મહાનુભવો તંત્રીશ્રી શાંતિભાઈ ગણાત્રા, રૂપલધામ મેનેજિંગ ટ્રસ્ટી જીણાભાઈ ગઢવી, સંચાલક દેવસુરભાઈ ગઢવી, વિ.હિ.પ. અધ્યક્ષ હરેશભાઈ સાવલિયા, જૈન અગ્રણી કિર્તીભાઈ કામદાર, નિવૃત શિક્ષક, જી.વી.જોશી, સુરેશભાઈ સાદરાણી, સુધીરભાઈ ચૌહાણ, એડવોકેટ રાજુભાઈ દવે, ઉદયભાઇ દાહીમા, શંભુભાઈ માળવીયા તેમજ બહોળી સંખ્યામાં શ્રાવક- શ્રાવિકાઓ ઉપસ્થિત રહેલ.
સમગ્ર પ્રસંગને ઉજાગર કરવા સ્થાનિક જૈન સંઘ પ્રમુખ પરેશભાઈ ગાંઠાણી, મંત્રી કિર્તીભાઈ ગાંધી અને જૂની ચાવંડ સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ કમાણીના માર્ગદર્શન મુજબ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી, ધર્મસભાની બેઠક વ્યવસ્થા તેમજ ભોજન વ્યવસ્થા બાબતે જયેન્દ્રભાઈ મીઠાણી, પરિમલભાઈ પંચમિયા, ભાવેશભાઈ મોદી, ધર્મેશભાઈ વોરા તથા યુવા ટીમે સારી એવી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ચંદ્રકાંતભાઈ કમાણીએ કરેલ.

રિપોર્ટ સી.વી.જોશી વિસાવદર

IMG-20240421-WA0030-2.jpg IMG-20240421-WA0029-1.jpg IMG-20240421-WA0028-0.jpg