ભોપાલ મુકામે ભારત રક્ષા મંચ રાષ્ટ્રીય અભ્યાસ વર્ગ સંપન્ન
ભોપાલ મુકામે ગુજરાતી સમાજમાં તા.૧૬-૧૭ જૂન ૨૦૨૪ દિવસ- ૨ ભારત રક્ષા મંચ અભ્યાસ વર્ગની શરૂ કરવામાં આવેલ. સૌપ્રથમ મંચસ્થ મહાનુભવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય, પ્રાર્થના ત્યારબાદ ભારત રક્ષા મંચ શૌર્ય ગીતનું સમૂહગાન ભારત માતાની જય, વંદે માતરમના જય ઘોષ સાથે કાર્યક્રમની મંગલ શરૂઆત. બાદ વર્ગ શિબિરમાં ઉપસ્થિત મહાનુભવોને ભારત રક્ષા મંચ નો લહેરી ખેસ પહેરાવી ઉષ્મા સભર સ્વાગત કરવામાં આવેલ.
બાદ અરવિંદભાઈ જૈન એ ભારત રક્ષા મંત્ર ઉપસ્થિત તમામનું શાબ્દિક સ્વાગત કરેલ ત્યારબાદ મંચસ્થ મહાનુભવો શ્રીપ્રશાંત કોતવાલ, શ્રીઅશોક આચાર્ય, શ્રીભૂષણ દિવાન તથા આદરણીય શ્રીસૂર્યકાંત કેલકર એ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ કે આ વર્ગનો ઉદ્દેશ્ય શું ? સંગઠન તેમજ પરસ્પરના સહયોગ બાબતે વિસ્તૃત છણાવટ કરેલ.
બે દિવસીય કાર્યક્રમમાં અભ્યાસ વર્ગનું પાંચ વર્ગોમાં વિભાજન કરવામાં આવેલ જેમકે છત્રપતિ શિવાજી, વીર સાવરકર, ગુરુ તેગબહાદુર, મહારાણા પ્રતાપ વીર ભગતસિંહ. તમામ વર્ગોમાં ભારત મંચના પ્રાંત અધ્યક્ષશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, સંગઠનમંત્રીશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ સામેલ થયેલ. વર્ગ દરમિયાન પ્રશ્નોત્તરીઓ સાથે વિચારોનું આદાન પ્રદાન કરેલ. જેમકે સંગઠનની રચના સંગઠનમાં દાયિત્વ કઈ રીતે નિભાવવું, અનુશાસન, પ્રકોષ્ઠ, બાબતે અધ્યક્ષ, મહામંત્રી, સંગઠનમંત્રી, કાર્યાલયમંત્રી, કોષાધ્યક્ષ, ઉપાધ્યક્ષની કઈ કામગીરી હોવી જોઈએ તે બાબતે વિસ્તૃત છણાવટ કરવામાં આવેલ.
બાદ સંધ્યા સમયે ગુજરાત પ્રાંત અધ્યક્ષ ઇલેવનભાઈ ઠાકર ની રાહબરી નીચે જુજ સંખ્યામાં ભોપાલ સ્થિત સાધ્વી પ્રજ્ઞા ઠાકુર માતાજીના નિવાસ્થાને પહોંચેલ. પૂ. માતાજીએ ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત હાલ ભોપાલ ખાતે ચાલી રહેલ ભારત રક્ષા મંચ વર્ગ બાબતે રાજીપો વ્યક્ત કરી આશીર્વચનો પાઠવેલ.
અભ્યાસ વર્ગના બીજા દિવસે સમય સારણી મુજબ દરેક વર્ગમાં પદાધિકારીઓ દ્વારા કાર્યક્રમની પદ્ધતિઓ, પારસપારિકતા, કાર્યક્રમનું નિર્માણ, વ્યક્તિ કરતાં સંગઠન સર્વોપરી, ભારત રક્ષા મંચના ઉદ્દેશ્યો, સંગઠનની પ્રસિદ્ધિ જેવા મુદ્દાઓ પર નિયુક્ત કરેલા પદાધિકારીઓ દ્વારા વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવેલ.
ત્યારબાદ બીજા દિવસના અંતિમ સેશનમાં સમાપન વેળાએ ઉપસ્થિત મહાનુભવો ભારત રક્ષા મંચના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રઘુનંદન શર્મા તથા રિટાયર્ડ આઈ.એ.એસ. મનોજ શ્રીવાસ્તવ ને ખેસ, શ્રીફળ અને શાલ અર્પણ કરી સન્માનિત કરેલ. બાદ શ્રીરઘુનંદન શર્મા તેમજ મનોજ શ્રીવાસ્તવ પોતાના પ્રસંગિક ઉદબોધનમાં જણાવેલ કે આ અભ્યાસ વર્ગ આપણા જ્ઞાનને તરોતાજુ કરવા અને જ્ઞાન વર્ધક માટે, આપણી દેશ પ્રત્યેની સમર્પિત ભાવના, ભારત માતૃભૂમિ, કર્મભૂમિ, ધર્મભૂમિ, અને જન્મભૂમિ છે. જ્ઞાનપુંજ સંતો, ઋષિમુનિઓ અને વિચારકોએ આપેલ છે. ‘વસુદેવમ કુટુંબકમ’ ભાવના ભારત દેશની વિશેષતા છે. ધર્મ હંમેશા માનવતાનો સંદેશો આપે છે એ જ સનાતન છે. ‘જનની જન્મભૂમિ સ્વર્ગદાપિગરિયસી’ મારી માતા અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ ચડિયાતિ છે. ધાર્મિક ગ્રંથો આપણા પ્રેરણાદાયી છે. તેમજ ધર્માચરણ, મતાંતરણ, અંધશ્રદ્ધા વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું.
ત્યારબાદ ગુજરાત પ્રાંત અધ્યક્ષ શ્રીઇલેવાનભાઈ ઠાકર એ બે દિવસીય કાર્યક્રમમાં નક્કી કરેલ સમય સારણી મુજબ સતત મોનેટરીંગ કરી તમામ અભ્યાસ વર્ગોનો સંચાલન કરેલ. બાદ ઇલેવાનભાઈ ઠાકર એ ગુજરાત પ્રાંતથી ઉપસ્થિત ભારત રક્ષા મંચના સેવાભાવ સાથે સંકળાયેલ સી.વી.જોશીને મિડિયા પ્રકોષ્ઠ મહામંત્રી, ચિત્રાબેન સોલંકી હરિભાઈ પ્રજાપતિ, મહેશભાઈ પુરોહિત, વંદનાબેન તોમર, સતીશચંદ્ર ભટ્ટ, દિનાબેન રાવલ દરેકને અલગ અલગ સ્થાન ઉપર નિયુક્ત કરેલ.
ઉપરોક્ત અભ્યાસ વર્ગમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, જમ્મુ, મહારાષ્ટ્ર, કેરાલા, રાજસ્થાન, આસામ, દિલ્લી, ઉતરાખંડ, હરિયાણા, કર્ણાટક, પોંડીચેરી, આંધ્રપ્રદેશ, ઝારખંડ, બિહાર, તમિલનાડુ પ્રાંતના અધ્યક્ષ, મહામંત્રી, સંગઠનમંત્રી તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ. કુલ ૨૦૦ જેટલા કાર્યકરોનું રજીસ્ટ્રેશન થયેલું.
અંતમાં પ્રશાંત કોટવાલજીએ ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કરેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઉમાકાન્તભાઈ તિવારી તથા ઇલેવાનભાઈ ઠાકર દ્વારા કરવામાં આવેલ. બંને દિવસો દરમિયાન ભોજન પ્રસાદ તેમજ નિવાસ માટેનું સુચારૂ આયોજન કરવામાં આવેલ. અંતમાં સમાપન મંત્ર સાથે સમૂહ દેશભક્તિ ગાન કરી કાર્યક્રમ પૂરો જાહેર કરવામાં આવેલ.
રિપોર્ટ સી.વી જોશી વિસાવદર




