Gujarat

ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરની સક્રિય સભ્ય સદસ્યતા અભિયાન કાર્યશાળા યોજાઈ

ભારતીય જનતા પાર્ટી ના સંવિધાન મુજબ પ્રત્યેક ૬ વર્ષે સદસ્યતા અભિયાન કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે, આ તબક્કે દેશ તથા પરદેશમાં રહેતા ભારતીયો ફરીથી સદસ્યતા મેળવે છે. ભારતીય જનતા પાર્ટી પ્રત્યેક પ્રાથમિક સદસ્યો ને સક્રિય સભ્ય બનવા ની ટક પ્રદાન કરે છે, જે અંતર્ગત નિશ્ચિત સભ્ય નોંધણી પશ્ચાત પ્રાથમિક સદસ્ય – સક્રિય સભ્ય બની પક્ષ માં વિશેષ જવાબદારી નો નિર્વાહ કરી શકે છે.

આ અંતર્ગત સદસ્યતા અભિયાન ના બીજા પડાવ અન્વયે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા સક્રિય સદસ્યતાની કામગીરીના પ્રારંભ સ્વરૂપે ભારતીય જનતા પાર્ટી, શહેર ભાજપ કાર્યાલય ખાતે કાર્યશાળા નું આયોજન કરવામાં આવેલ.

આ તબક્કે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, સક્રિય સદસ્ય અભિયાન ના ઇન્ચાર્જ ભાનુભાઇ મહેતા, સુરેશ વસરા, ધારાસભ્ય રિવાબા જાડેજા, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, મેયર વિનોદ ખીમસુરીયા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી સહિત શહેર સંગઠનના હોદેદારો, વોર્ડ પ્રમુખો, વોર્ડ પ્રભરીઓ ઉપસ્થિત રહ્યા હતા.