અતુલ ફાઉન્ડેશન અને શ્રી આંનદી મા મેડિકલ સેન્ટર નીકોરા ના સહયોગ થી ભરૂચ જિલ્લા ના ઝનોર ગામ મા શ્રી મા અરવિંદ વિદ્યા મંદીર સ્કૂલ મા વીના મૂલ્યે આંખ તપાસ અને મફત ઓપરેશન કેમ્પ કરવામાં આવ્યો જેમાં ગામના અને આજુબાજુ ના સૌથી વધારે લોકો એ ભાગ લીધો એમાં જરૂરયાતમંદ લોકો ને મોતિયા અને ઝામર ના ઓપરેશન માટે મફત ઓપરેશન માટે શ્રી આનંદી મા મેડીક્લ સેન્ટર નીકોરા ખાતે લઈ જવામાં આવ્યા જે લોકો ને નંબર હોય તેમને નંબર વાળા ચશ્માં આપવામાં આવ્યા અમુક લોકો ને આંખ માં નાખવાની દવા આપી કેમ્પ નો હેતુ સમાજ ના જરૂરયાત મંદ અને આર્થિક રીતે નબળા લોકો ને આનો લાભ મળે અતુલ ફાઉન્ડેશન એ સમાજ સેવા કરતું ફાઉન્ડેશન છે શ્રી આનંદી મા મેડિકલ સેન્ટર નીકોરા ની તબીબો ની ટીમ આવી હતી અતુલ ફાઉન્ડેશન માં થી સલીમ કડીવાલા અને અતુલ કંપની માં થી એચ. આર. મેનેજર શ્રી નમ્રતાબેન પંડ્યા અને દિવ્યકાન્ત જોગભાઈ અમરસિંગ ભાઈ ગોહિલ. અજયભાઇ પટેલ સ્કૂલ ના પ્રિન્સિપાલ શ્રી એ અતુલ કંપની માં થી આવેલા અધિકારી ઓ નો વિશેસ આભાર વ્યક્ત કર્યો હતો
