વિકાસલક્ષી કામોના લોકાર્પણ ખાતમુહુર્ત સહિત વિવિધ યોજનાઓ અંતર્ગત વિતરણના કાર્યક્રમ યોજાશે
તા.૯ મીના રોજ ભરૂચ જિલ્લા કક્ષાનો આદિવાસી દિવસ ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે ચાર રસ્તા નજીક ડી.પી.શાહ હાઇસ્કુલના પટાંગણમાં સવારે ૧૦ વાગ્યાના સમયે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાની અધ્યક્ષતામાં યોજાશે. આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજય દ્નારા આયોજિત તથા જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા સંચાલિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણના કાર્યક્રમ યોજાશે.
આયોજિત કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયા, ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ર્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી તેમજ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને પ્રાયોજના વહીવટીદાર યોગેશ કાપસે સહિત ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ વસુઘાબેન વસાવા, વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ સીતાબેન વસાવા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
વિરલ ગોહિલ, ભરૂચ

