Gujarat

ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે વાર્ષિક ઈન્સ્પેકસન દરમ્યાન બોટાદની મુલાકાત લીધી હતી.

ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે વાર્ષિક ઈન્સ્પેકસન દરમ્યાન બોટાદની મુલાકાત લીધી હતી.

આઈ.જી.ગૌતમ પરમારે પરેડ નું નિરીક્ષણ કર્યુ,પરેડ દરમ્યાન સારો દેખાવ કરતા પોલીસ જવાનોને ઈનામ આપી પ્રોત્સાહીત કર્યા

પોલીસ વિભાગમાં દર વર્ષે રેન્જ આઈજી દ્વારા વાર્ષિક ઈન્સ્પેકસન કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપે ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમારે બોટાદની મુલાકાત લીધી હતી.ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમારે બોટાદ હેડક્વાર્ટર ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર લાઠી પરેડ, રાઈફલ પરેડ, યોગા સહિતની પરેડ યોજાઈ હતી જેનું રેન્જ આઈજી ગૌતમ પરમારે નિરીક્ષણ કર્યું હતું, પરેડ દરમ્યાન રેન્જ આઈ.જી.એ ઘણી બધી સુચનાઓ આપવામા આવી હતી.રેન્જ આઈજી ગૌતમ પરમારની ઉપસ્થિતિમાં પોલીસ લોકોને કેવી રીતે ઉપયોગી થઈ શકે તેમજ આંતકવાદી હુમલા મા પોલીસ કેવી રીતે લોકોને બચાવી ઓપરેશન પાર પાડે તેનો ડેમો કરાયો હતો તેમજ ગુનાને અંજામ આપીને ભાગતા આરોપીઓને કેવી રીતે પકડવામાં આવે છે અને ત્યારબાદ કેવી કાર્યવાહી કરવામાં આવે છે તેનો પણ ડેમો કરાયો હતો.રાજકિય પક્ષો કે પછી લોક આંદોલનો મા સરકારી મિલકત ને નુકશાન પહોંચાડતા લોકોને કેવી રીતે કાયદાનું ભાન કરાવાય તેનો પણ ડેમો કરવામાં આવેલ જેનું રેન્જ આઈ.જી.ગૌતમ પરમારે નિરીક્ષણ કર્યું હતું. તેમજ ગઢડા અને પાળીયાદ પોલીસ સ્ટેશનની વિઝીટ કરવામાં આવી હતી..

તસવીર:વિપુલ લુહાર,બોટાદ

IMG-20241213-WA0051-0.jpg IMG-20241213-WA0052-1.jpg IMG-20241213-WA0050-2.jpg IMG-20241213-WA0049-3.jpg