Gujarat

માણાવદરના ભૂદેવોએ જેતપુરની બહેરા મૂંગા  શાળામાં 25 કુંડી શ્રી ગો ગાયત્રી યાગ યજ્ઞ યોજ્યો 

50 બહેરા મૂંગા બાળકો મુખ્ય યજમાન 40 વાલીઑ અને સ્ટાફ જોડાયા સહ યજમાન તરીકે
જેતપુર, તા. ૧૦ (હરેશ ભાલીયા)
માણાવદરના ભૂદેવો દ્વારા સને 2019 થી શરૂ કરેલા શ્રી ગો ગાયત્રી યાગ યજ્ઞના છઠાં વર્ષના આરંભે જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન સામે જૂના પાંચ પીપળીયા રોડ પર આવેલી બહેરા મૂંગા શાળામાં શ્રી ગો ગાયત્રી યાગ યજ્ઞનું આયોજન  સવારે 8/30 થી બપોર ના 12/30 સુધી કરાયું હતું.
શ્રી ગો માતા અને નદી બાબાના પૂજન અર્ચનથી થયો. અબીલ ગુલાલ કંકુ ને ચોખા અને ફૂલ થી વધાવી  ફ્રૂટ અર્પણ કરાયા  હતા.
શ્રી અગ્નિ સ્થાપન, શ્રી ગણેશ જી પૂજન, શ્રી ગણેશ મંત્ર માળા હોમ, અમૃત કળશ  સ્થાપન , સરસ્વતી પૂજન, નર્મદા પુરાણ પૂજન, ધેનુ માનસ પૂજન,માસ્તર માંથી મહાત્મા થયેલા પૂજ્ય નથુરામ શર્મા જી છબી પૂજન સ્થાપન  વંદના કરી હતી. શ્રી ગાયત્રી ચાલીસા પાઠ, શ્રી ગાયત્રી મંત્ર માળા હોમ, શ્રી હનુમાન ચાલીસા દોહા હોમ , કુંજિકા સ્ત્રોત્ર પાઠ, અન્નપૂર્ણા સ્ત્રોત્ર પાઠ, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર હોમ અને શ્રી સુરભી ગો માતા મંત્ર હોમ , રુદ્ર, માતાજી  સહિત શ્રી ગો ગાયત્રી યાગ યજ્ઞમાં  સોપારીથી બીડું અર્પણ કરવામાં આવ્યું.
વિશ્વ કલ્યાણ અર્થે 90  વ્યક્તિઓ દ્વારા 45000 આહુતિઓ અર્પણ થઈ. યાગના આચાર્ય  દ્વારકા વેદ પાઠ શાળાના તેજસ્વી વિદ્યાર્થી શાસ્ત્રી  અનિલભાઈ જોષીએ સ્વરબંધ શુદ્ધ ઉચ્ચારણ સાથે શ્લોકોનું ગાન થયું હતું. ઉપાચાર્ય પદે કમલેશભાઈ મહેતાએ સેવા આપી હતી.
સને 1997 થી  કાર્યરત  સંસ્થાના મૂળ વિચારક  ભાર્ગવીબેન દવે,  પલ્લવી બેન( જોષી) દવે, જતીનભાઈ દવે, માં નર્મદાપ્રેમી ઉમેશભાઈ આશર, વિજય ભાઈ પરમાર, દિલીપ ભાઈ અશારા, ગૃહ માતા ઇલાબેન વાઢેર, ગોરાંગભાઈ પટેલ, જેતપુરના પનોતા પુત્ર અને આ સંસ્થાના ટ્રસ્ટી , વિખ્યાત ચરિત્રકાર લેખક રજનીકુમાર પંડ્યાજી, ગુરુબંધુ શાસ્ત્રી  હરેશભાઈ જાની, વિખ્યાત કથાકાર  ધનસુખભાઈ શાસ્ત્રી, સ્થાનિક શાસ્ત્રી, માણાવદરના બાબી પરિવારના પુત્રવધૂ અને શિક્ષણવીદ શેહનાઝબેન બાબીએ બહેરા મૂંગા બાળકોના યજમાન પદે શ્રી ગો ગાયત્રી યાગ યજ્ઞ થાય તેની શુભેચ્છા પાઠવી હતી. બહેરા મૂંગા શાળાના  વિદ્યાર્થી ભાઈ બહેનો એ સુંદર સજાવટ અને અતિ સુંદર  કામગીરી કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ગો ગાયત્રી યાગ યજ્ઞ ના સંયોજક ગો ઉપાસક અને માંનર્મદાપ્રેમી બ્રહ્મપુત્ર મયૂર રાવલ કર્યું હતું.

IMG-20240109-WA0016-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *