ક્રિકેટ સટ્ટાકાંડમાં ભુજ પોલીસે રાધનપુરથી વધુ એક યુવકને ઝડપ્યો..દુબઈ સટ્ટાકાંડ મામલો
રાધનપુરનો સાગર બેન્ક એકાઉન્ટ ખોલાવી ઇન્સ્ટસ્ટ કીટ અને સીમકાર્ડ દુબઈ મોકલતો હતો…
પાટણમાંથી તાજેતરમાં દુબઈ ખાતે ક્રિકેટ સટ્ટો રમાડતાં રાધનપુરના કમાલપુરના વતની અને વર્ષોથી દુબઈમાં રહેતો ભરત ચૌધરી પાટણમાં આવતા ભુજ સાઇબર ક્રાઇમ દ્વારા પકડી પાડ્યો હતો.તેના મોબાઇલમાંથી 52.13 અબજના હિસાબો મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી ત્યારે આ કેસમાં ભુજ સાઇબર ક્રાઇમ વધુ તપાસનો દોર ચલાવી રહી છે.જે દરમ્યાન શુક્રવારે ક્રિકેટ સટ્ટા કાંડમાં રાધનપુરમાં રહેતા સાગર દયાળભાઈ લાલવાણી આજુબાજુના વિસ્તારોમાં રહેતા જરૂરીયાતમંદ લોકોને કમિશનની લાલચ આપી તેમના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી તેની ઈન્સ્ટન્ટ કીટ અને સીમકાર્ડ મેળવી દુબઈ ખાતે ચાલતા ક્રિકેટનો સટ્ટા બજારમાં મોકલીને નાણાંનો ગેરકાયદેસર વ્યવહાર ભાડે પેટે આપતો હોઇ ભૂજ પોલીસે પકડી પાડયો છે.આ અંગે સાગર સહિત ત્રણ અન્ય વ્યક્તિ સામે રાધનપુર પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમ સરહદી રેન્જ પોલીસે ફરિયાદ નોંધાવી છે.
સાયબર ક્રાઇમ સરહદી રેન્જ ભુજ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે રાધનપુર ખાતે રહેતા સાગર દયાળભાઈ લાલવાણી જરૂરીયાતમંદ લોકોને કમિશનની લાલચ આપી તેમના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી તેની ઈન્સ્ટન્ટ કીટ અને સીમકાર્ડ મેળવી દુબઈ ખાતેથી ચલવવામાં આવતા સટ્ટા ક્રિકેટના વ્યક્તિઓને ગેરકાયદેસર નાણા વ્યવહાર કરવા માટે ભાડે આપતો હોઇ તેમજ સાગરના મોબાઇલ માંથી હાલમાં ચાલી રહેલ વેસ્ટઈન્ડિઝ દેશમાં ચાલી રહેલ વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા ટુર ઓફ વેસ્ટ ઈન્ડિઝ, 2024 શરૂઆતથી અંત સુધી જીવંત પ્રસારણ દરમિયાન હારજીત પર 1XBOOK નામના એન્ડ્રોઇડ એપ્લિકેશન આઈડી અને પાસવર્ડ નાખીને ઓનલાઈન ક્રિકેટ મેચ પર ઓનલાઇન પેમેન્ટ કરીને 1XBOOK પર થી 50,000 ભરીને આઇડી અને પાસવર્ડ મેળવવી ને ક્રિકેટનો સટ્ટો રમતા-રમડતા રાધનપુર વારાહી રોડ પરથી ઝડપી પાડયો હતો .સાગરના મોબાઈલમાં થી તપાસ કરતા બિઝનેશ વોટ્સેપમાં ચેક કરતા સાગરના મિત્ર ધવલ ઠકકર બન્ને વચ્ચે થયેલ વોઇસ ચેટ મળી આવ્યું હતું.
સાગર દ્વારા ધવલ ઠકકરના કહેવાથી વિદેશી નંબર પર નાણાકીય વ્યવહાર કરવા માટે સાગરના મોબાઈલમાંથી જોનભાઈ નામ થી સેવ કરેલ વ્યક્તિને બેંક એકાઉન્ટ તમામ વિગતો મોકલી આપી હતી તેમજ અન્ય એક મોબાઈલના વોટ્સેપ ચેક કરતા એમ.એસ.ધોની તેમજ જોનભાઇ નામ સેવ કરેલ નંબર પરથી હિસ્ટ્રી તેમજ વોઈસ ચેટ તપાસ કરતા મોબાઈલમાંથી 22 જેટલા ભાડા પેટે રાખેલ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ખાતા ખોલાવીને તેઓ દ્વારા દુબઈ ખાતે મોકલી આપવામાં આવેલ હોઇ સાયબર ક્રાઇમ સરહદી રેન્જ ભુજ દ્વારા રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે સાગર દયાળભાઈ લાલવાણી, ધવલ ઠક્કર, વિરેન ભાઈ ઘનશ્યામભાઈ ઠક્કર, મિનેશ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ

