Gujarat

ભાજપ નેતા સાંસદ નરહરી અમીને OBC મુદ્દે રાહુલ ગાંધીની ટિપ્પણી પર પલટવાર કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ઓબીસી જ્ઞાતિને લઈને કરેલી ટિપ્પણી બાદ રાહુલ ગાંધી ચારે તરફથી ઘેરાઈ ગયા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ નરહરી અમીને તથ્યોને સામે રાખતા રાહુલ ગાંધી પર પલટવાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એમપણ કહ્યુ કે રાહુલ ગાંધી રોજ એક નવુ જુઠાણુ વેચે છે. ઓબીસી મુદ્દે પીએમ મોદી પર રાહુલ ગાંધીએ કરેલા નિવેદન પર ઘમાસાણ છેડાયુ છે. ભાજપના નેતાઓએ તેના પર આકરી પ્રતિક્રિયા આપી રાહુલ ગાંધીને માફી માગવા જણાવ્યુ છે. ભાજપ સાંસદ નરહરી અમીને સોશિયલ મીડિયા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ છે.

નરહરી અમીને જણાવ્યુ છે કે રાહુલ ગાંધી જુઠાણુ ફેલાવી રહ્યા છે. તેમણે લખ્યુ કે ગુજરાતમાં કોંગ્રેસની સરકારના કાર્યકાળમાં હું ડેપ્યુટી સીએમ હતો. ૨૫ જુલાઈ ૧૯૯૪એ ગુજરાત સરકારે મોઢ ઘાંચી જ્ઞાતિને ઓબીસી તરીકે જાહેર કરી. તેમણે જણાવ્યુ કે આપણા પીએમ મોદી આ સમુદાયમાંથી આવે છે. ભાજપના સાંસદ નરહરી અમીને તેમના સોશિયલ મીડિયા પર લખ્યુ છે કે પીએમ મોદી ત્યારથી ઓબીસી વર્ગ સાથે નાતો રાખે છે જ્યારે તેઓ મુખ્યમંત્રી તો દૂર પણ ધારાસભ્ય પણ ન હતા. આ સાથે જ તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ કે રાહુલ ગાંધી તાત્કાલિક તેમની ટિપ્પણી પરત લે. રાહુલે ઓબીસી સમુદાયનું અપમાન કરવાનું બંધ કરવુ જાેઈએ અને તુરંત માફી માગવી જાેઈએ. આ તરફ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ રાહુલ ગાંધી પર તુરંત પલટવાર કર્યો છે. ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા એક્સ પર રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ છે.

તેમણે જણાવ્યુ કે રાહુલ ગાંધીનુ વધુ એક જુઠાણુ ઉજાગર થયુ છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લખ્યુ કે રાહુલ ગાંધી ખરેખર અણસમજુ છે અથવા તો તેને એવુ લાગે છે કે વારંવાર જુઠુ બોલવાથી લોકો તે જુઠને જ સાચુ માની લેશે. આટલેથી ન અટક્તા કેન્દ્રીય મંત્રીએ સોશિયલ મીડિયા એક્સ પર રાહુલ ગાંધીને ટેગ કરતા લખ્યુ છે કે રાહુલ ગાંધી સૌપ્રથમ તો આપ આપની સાથે ન્યાય કરો. આ પ્રકારે રોજ જુઠુ બોલશો અને વેચશો તો એ દિવસ દૂર નથી જ્યારે આપ માત્ર હાસ્ય, વ્યંગ્ય અને મનોરંજન સુધી જ સિમીત રહી જશો.

આ અગાઉ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે પીએમ મોદી જન્મથી ઓબીસી નથી. તેમને ગુજરાત ભાજપે વર્ષ ૨૦૦૦માં ઓબીસી બનાવ્યા હતા. ઓડિશામાં ભારત જાેડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યુ કે પીએમ મોદી સામાન્ય વર્ગમાં જન્મ્યા હતા. રાહુલ ગાંધીએ એ પણ આરોપ લગાવ્યો કે આ કારણથી જ મોદી ક્યારેય જાતિય જનગણના થવા નહીં દે.

File-01-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *