Gujarat

બનાસકાંઠા જિલ્લાના ભાજપે 21 પ્રમુખોની યાદી કરી જાહેર, પાલનપુર તાલુકાના પ્રમુખનું નામ હજી બાકી

ભાજપ દ્વારા સંગઠન પર્વની ઉજવણી દરમિયાન મંડલ પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં ભાજપે 13 તાલુકા સહિત 21 પ્રમુખ નવા નિમવામાં આવ્યા છે. જેમાં 6 શહેર અને 2 ગ્રામ્ય પ્રમુખ નિમ્યા છેય જોકે, જિલ્લાના મુખ્ય મથક પાલનપુર તાલુકાના પ્રમુખનું નામ હજી બાકી છે. બીજી તરફ અમીરગઢ તાલુકા પ્રમુખ તરીકે યુવા ગણેશભાઈ રબારીને જાહેર કરતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

કેન્દ્રીય ચૂંટણી સમિતિ માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુદ્ધ પ્રમુખ સમાજ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સમાજ કરી સકારાત્મક અને સમાજતા સાથે મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી છે, જેના આધારે બનાસકાંઠા જિલ્લાના મંડળ પ્રમુખનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 13 તાલુકા સહિત 6 શહેર અને 2 ગ્રામ્ય પ્રમુખ નીમવામાં આવ્યા છે.

જેમાં લાખણી તાલુકામાં હરિભાઈ પટેલ,ભાભર તાલુકામાં ભરતભાઈ કાપડી, ધાનેરા તાલુકામાં રમેશભાઈ રોજ, વાવ તાલુકામાં પ્રકાશભાઈ વ્યાસ, વડગામ તાલુકામાં કામરાજભાઈ ચૌધરી, દાંતીવાડા તાલુકામાં દિનેશભાઈ બોકા, દાતા તાલુકામાં વિરેન્દ્રસિંહ બડગુજર, કાંકરેજ તાલુકામાં નટવર કુમાર પટેલ, સુઈગામ તાલુકામાં લખમણભાઇ ચૌધરી, દિયોદર તાલુકામાં દિનેશભાઈ દવે, થરાદ તાલુકામાં હરચંદભાઈ ઠાકોર, અમીરગઢ તાલુકામાં ગણેશભાઈ રબારી, ડીસા તાલુકામાં સુમેરસિંહ વાઘેલા સહીત તાલુકા પ્રમુખો નિમવામાં આવ્યા છે.

શહેર પ્રમુખોની વાત કરવામાં આવે તો ભાભર શહેરમાં આપ પ્રવીણ સિંહ રાઠોડ, પાલનપુર શહેરમાં પ્રશાંત ગોહિલ, ધાનેરા શહેરમાં તરુણભાઈ મોદી, થરા શહેરમાં દિનેશભાઈ, થરાદ શહેરમાં જૈમિન પ્રજાપતિ, ડીસા શહેરમાં ડો,વર્ષાબેન પટેલ, તો ગ્રામ્ય વિસ્તારમાં અંબાજીમાં અભિષેક જૈન ભીલડીમાં ગમનસિંગ રાઠોડ કુલ 21 પ્રમુખોની યાદી ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી છે, પરંતુ પાલનપુર તાલુકા પ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.