Gujarat

ભાજપ યુવા મોરચાનો રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમનું આયોજન

ગુજરાતમાં ૩૬૪ સંમેલન, જ્યારે દેશમાં એક સાથે ૫ હજાર સ્થાનો પર સંમેલન યોજાશે

ગાંધીનગર,
લોકસભા ચૂંટણીમાં ભાજપ નવા મતદારોને આકર્ષવા વિશેષ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપ યુવા મોરચાનો રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમનું આયોજન થશે. ગુજરાતમાં ૩૬૪ સંમેલન, જ્યારે દેશમાં એક સાથે ૫ હજાર સ્થાનો પર સંમેલન યોજાશે. ગુજરાતમાં દરેક દરેક સંમેલનમાં સાંસદ, ધારાસભ્ય અને સંગઠનના પદાધિકારીઓ હાજર રહેશે. વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી બાદ ગુજરાત ભાજપ યુવા મોરચાનો રોલ ખૂબ જ મહત્વનો રહ્યો છે. તે પછી વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં ભાજપ યુવા મોરચો પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપતુ રહ્યુ છે.

માર્ચ મહિનામાં આચારસંહિતા લાગુ પડી જાય તે પહેલા નવા મતદારોની યાદી ઇલેક્શન કમિશન દ્વારા બહાર પાડવામાં આવશે. ૧૮ વર્ષની ઊંમરે યુવા મતદારોને પ્રથમ વાર મતદાનનો અધિકાર મળતો હોય છે. ત્યારે આ નવા મતદારોને ભાજપ સાથે જાેડવાનો પ્લાન યુવા મોરચાને સોંપવામાં આવ્યો છે. ગુજરાતમાં ભાજપ યુવા મોરચાના ૩૬૪ સંમેલન યોજાવાના છે. ૨૪ જાન્યુઆરીથ ગુજરાતમાં સંમેલનની શરુઆત થશે.ગુજરાતમાં દરેક વિધાનસભામાં બે સંમેલન યોજાશે.ચૂંટણી પહેલા યુવાઓને ભાજપમાં જાેડવાની જવાબદારી યુવા મોરચાને સોંપવામાં આવી છે.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *