Gujarat

બોડેલી પોલીસ ટીમ દ્વારા પ્રોહીના ગણનાપાત્ર કેશ સોધી કુલ કિ.રૂ. ૪૦,૮૨૦ /- નો મુદામાલ જપ્ત

  ઈમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શનથી જીલ્લામાં પ્રોહી/જુગારની પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત-નાબુદ કરવા તેમજ દારૂબંધીનો કડક અમલ થાય તે સારુ પ્રોહીની પ્રવૃતિ હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અમલદારઓને જરૂરી સુચનાઓ આપેલ. જે આધારે .આર.જે પરમાર ઇન્ચાર્જ પ્રો.નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન તથા એસ.બી.વસાવા પોલીસ ઇન્સ. બોડેલી સર્કલ બોડેલી નાઓના માર્ગદર્શનથી
 ખાનગી બાતમી હકીકત મળેલ બોડેલી બસ ડેપોમાં બે મહીલા સ્કુલ બેગમાં તથા કાપડની થેલીઓમાં વિદેશી દારૂ ભરીને ડપોમાં બેસેલ છે જે બાતમી હકીકતથી આધારે (૧) કાળીબેન વા/ઓફ ભણતાભાઇ દેસીંગભાઇ ધાણુક ઉ.વ.૪૨ તથા (૨)સમદીબેન વા/ઓફ અલસીંગભાઇ રાયસીંગભાઇ ઉ.વ.૫૦ ધાણુક બન્ને રહે.ચિસાડીયા તા.જી.છોટાઉદેપુર નાઓના કબજામાંથી અલગ-અલગ સ્કુલ બેગમાં તથા કાપડની થેલીઓ (૧) ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ વ્હીસ્કી ૭૫૦ મીલીની પ્લાસ્ટીકના હોલ બોટલ કુલ ૩૬ કિ.રૂ-૧૬,૦૨૦/- તથા (૨) ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ વ્હીસ્કી ૧૮૦ મીલીની ક્વાટર નંગ-૧૬૦ કિ.રૂ-૧૭,૬૦૦/- તથા (૩) માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ ૫૦૦ મીલીના ટીન બિયર નંગ-૬૦ કિં.રૂ. ૭૨૦૦/- મળી કુલ બોટલ નંગ-૨૫૬ ની કુલ કિં.રૂ.૪૦,૮૨૦/- નો પ્રોહી મુદામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

IMG_20240109_164016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *