Gujarat

ભૂલી પડેલી વૃધ્ધાનું તેના પરિવાર સાથે મિલન કરાવતી બોટાદ 181 મહિલા હેલ્પલાઇન ટીમ

ભૂલી પડેલી વૃધ્ધાનું તેના પરિવાર સાથે મિલન કરાવતી બોટાદ 181 મહિલા હેલ્પલાઇન ટીમ

મહિલાની સુરક્ષા કાજે 24 કલાક અવિરત પણે કાર્ય કરતી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે ભૂલી પડેલી વૃધ્ધાને ઘરે પહોંચાડી અને પુનઃ મિલાપ કરાવ્યો હતો.

બોટાદ જિલ્લાના એક જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇન નંબર પર ફોન કરી અને જણાવેલ કે એક અજાણ્યા બહેન મળી આવેલ છે.અને અહીં 5 કલાકથી આટાફેરા મારે છે કય બોલતા નથી. કોલ આવતાની સાથે જ ગણતરીની મિનીટમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમના કાઉન્સેલર પરમાર જલ્પાબેન, કોન્સ્ટેબલ મુંધવા લત્તાબેન અને પાયલોટ જમોડ હરેશભાઇ ઘટના સ્થળ પર પહોંચી ગયેલ.વૃધ્ધા મહિલા સાથે વાતચીત કરવાનાં પ્રયત્ન કરેલ પરંતુ તેમને કશુ જ યાદ ન હતું અને અલગ અલગ જગ્યાનાં એડ્રેસ બતાવતા હતા તેમનું ઘરનું સરનામું મેળવવું પણ મુશ્કેલ હતું. ત્યારબાદ આજુબાજુમા જે એડ્રેસ બતાવેલ તે અડ્રેસ પર જઈ અને તપાસ કરેલ અને તે વિસ્તારનાં કોર્પોરેટરનો સંપર્ક કરેલ ત્યારબાદ 181 ટીમની સુજબુજ થી પૂછતા – પૂછતા તેમના દીકરાનો કોન્ટેક્ટ નંબર મેળવેલ અને વૃધ્ધ મહિલાના દીકરા સાથે ફોનમા વાતચીત કરેલ અને તેમને બોટાદ મહિલા પોલીસ સ્ટેશન બોલાવેલ અને વાતચીત કરતા જણાવેલ કે તેઓ વહેલી સવારે ઘરેથી નીકળી ગયેલ છે અને પહેલા પણ તેઓ ઘરેથી નીકળી ગયેલ હોય અને આજે પણ ઘરે વહેલી સવારે બધા સુતા હતા અને વૃધ્ધા ઘરે કોઈ ને જાણ કર્યા વગર નીકળી ગયેલ અને ઘણી શોધ ખોળ કરવા છતાં મળેલ નહીં 181 ટીમ દ્વારા વૃધ્ધા મળી જતા વૃધ્ધ મહિલાનો દીકરો ખુબ જ રાજી થઈ ગયેલ અને 181ની ટીમ દ્વારા વૃધ્ધ મહિલાના દીકરાને વૃધ્ધ મહિલાનું ધ્યાન રાખવા અને વૃધ્ધ મહિલાના કપડાં સાથે નંબર અને સરનામાં ની ચિઠ્ઠી લગાવવા જણાવેલ અને કાળજી રાખવા જણાવેલ. દીકરાને તેમની માતા મળી જતા શાંતિ અનુભવતા 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ વૃધ્ધાને તેમના દીકરાને સાહિ સલામત સોંપી અને પરિવાર સાથે પુનઃ મિલન કરાવી એક સરાહનીય કામગીરી કરેલ છે.

તસવીર:વિપુલ લુહાર

IMG-20241224-WA0054.jpg