બ્રહ્માકુમારીઝ – બોટાદ સેવા કેન્દ્ર દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે સુંદર કાર્યક્રમ યોજાયો.
રાજયોગ અને માનવ મૂલ્ય નું ઊંચ શિક્ષણ અને આધ્યાત્મિક ધાર્મિક , સામાજિક જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય સંલગ્ન બ્રહ્માકુમારીક્ઝ બોટાદ સેવા કેન્દ્ર દ્વારા તા.૨૬/૮/૨૪ના રોજ શ્રી લેઉવા પટેલ સમાજ ની વાડી ,પાળીયાદ રોડ બોટાદ ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી અંતર્ગત ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. જેમાં શ્રી કૃષ્ણ ની ઝાંખી ,કૃષ્ણ સુદામા નું મૈત્રી ભાવ નું નાટક , યશોદા કૃષ્ણ નો ડાન્સ ,કૃષ્ણ જન્મોત્સવ , મટકી ફોડ વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ.
જ્યારે જન્માષ્ટમી નું આધ્યાત્મિક રહસ્ય વિશે બોટાદ કેન્દ્ર ના સંચાલિકા બી.કે.નીતાબેન દ્વારા જાણકારી આપેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બી.કે.ભૂમિ બેને કરેલ.
આ કાર્યકમ માં મોટી સંખ્યા માં ધર્મ પ્રેમી ભાઈ – બહેનો હાજર રહેલા.





