તેજસ્વી વિદ્યાર્થી ક્રિશ માકડીયાનો બાલાચાડી સૈનિક સ્કૂલમાં એડમિશન
જૂનાગઢ જિલ્લાના બામણગામના વતની વિદ્યાર્થી ક્રિસ લલિતકુમાર માકડીયાએ વિદ્યાભ્યાસ દરમિયાન સૈનિક સ્કૂલની પરીક્ષામાં ઉચ્ચ મેરીટ મેળવી બાલાચડી સૈનિક સ્કૂલમાં પ્રવેશ મેળવેલ.
તે બદલ ચોકી ક્લસ્ટરના સી.આર.સી ભાવિકાબેન ગોર, ડેરવાણ પ્રા.શાળાના આચાર્ય દુર્ગેશકુમાર મહેતા, પે સેન્ટર આચાર્યશ્રી અને પેટા શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકોએ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવેલ.
સી. વી. જોશી વિસાવદર

