આ કાર્યક્રમમાં મોરચા દ્વારા કરેલ વિવિધ કાર્યક્રમો અને આગામી સમયમાં કરવાના થતા કાર્યક્રમો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ કુલ 27 અ.જા. સમાજના પ્રભાવ શાળી (મહંતો, એડવોકેટ, નિવૃત્ત કર્મચારીઓ અને બિઝનેસ મેન) પ્રબુદ્ધ નાગરિકોનું સાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત ગીરગઢડા તાલુકા વિસ્તારના કુલ 9 અનુ. જાતિ સમાજના સરપંચ અને ગ્રા.પં સદસ્ય ઓને ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ મારૂ બુથ સબસે મજબૂત ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અનુ. જાતિ મોરચાના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠયા, જી.પં.ના પ્રમુખ મંજુલાબેન મૂછાળ, જી.પ શિક્ષણ સમિતિ ચેરમેન પ્રકાશભાઈ ટાંક, જી. મોરચા પ્રભારી અરવિંદભાઈ મેવાડા, પ્રમુખ પ્રવીણભાઈ સાંખટ, મહામંત્રી કાંતિલાલ ચુડાસમા અને હીરાભાઈ માકડિયા, પોરબંદર જિલ્લા મોરચા પ્રભારી ગીરીશભાઈ ભજગોતર, જી.પં. સા. ન્યાય સમિતિના ચેરમેન અરશીભાઈ ચાવડા, ગીરગઢડા તાલુકા પંચાયતના પ્રમુખ ભગવતીબેન સાંખટ, જિ.પ સદસ્ય અમુભાઈ વાજા, ઉના નગર પાલિકાના સદસ્ય ગીરીશભાઈ પરમાર, જિલ્લા મોરચાના હોદેદારો, મંડલ મોરચાના હોદેદારો, પ્રબુદ્ધ નાગરિકો, એડવોકેટ ઓ, મહંતો અને કાર્યકર ભાઈઓ – બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા..