Gujarat

કેન્દ્રીય મંત્રી બન્યા પછી સી.આર. પાટીલની કમલમમાં આજે પહેલી બેઠક, અધિકારીઓ-પદાધિકારીઓને હાજર રહેવા સૂચના

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની આજે કમલમમાં બેઠક છે. જેમાં ગુજરાત ભાજપ સંગઠનના આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવશે. ગુરૂ પૂર્ણિમા, વિજય દિવસ, કારગીલ દિવસ સહિતના પર્વની ઉજવણી માટે પણ બેઠકનું આયોજન કરાયું છે.

સી.આર. પાટીલની અધ્યક્ષતામાં કમલમ ખાતે બેઠક યોજાનાર છે. આ બેઠકમાં અધિકારીઓ અને પદાધિકારીઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે તેવું રાજકીય સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

પ્રદેશ હોદ્દેદારો, મોરચા પ્રમુખ, જિલ્લા પ્રમુખ અને પ્રભારીઓ સાથે બેઠકનું આયોજન કરાયું છે. બેઠકમાં આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની રણનીતિ પર ચર્ચા થઈ શકે છે તેવું જાણવા મળ્યું છે.