Gujarat

માનવ અધિકાર દિનની ઉજવણી

માનવ અધિકાર દિનની ઉજવણી

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે તારીખ : 10/12 /2024 ના રોજ ” માનવ અધિકાર દિવસ ની ” શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ દિન નિમિત્તે શાળાની વિદ્યાર્થીની બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રાર્થનાહોલમાં વિદ્યાર્થીની બહેનો વચ્ચે માનવ અધિકારોની વિસ્તૃત સમજ સાવરકુંડલાના પ્રખ્યાત એડવોકેટ બહેન શ્રી પાયલબેન ગઢીયા દ્વારા વિદ્યાર્થીની બહેનોને અધિકારો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી અને સાથોસાથ શાળાના આચાર્યશ્રી ઉષાબેન બી. તેરૈયા એ પણ માનવ અધિકારો અને બંધારણ વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળા ના શિક્ષક શ્રી મેહુલભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.એમ રવિભાઈ જોષી ની એક યાદી માં જણાવેલ છે.

IMG-20241210-WA0029-1.jpg IMG-20241210-WA0030-0.jpg