Gujarat

છોટાઉદેપુર સબજેલ ખાતે જિલ્લા ભાજપ અને શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા બંદીવાન ભાઈઓ અને બહેનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી

રક્ષાબંધનનો પર્વ :. જ્યારે છોટાઉદેપુર જિલ્લા ભાજપ અને શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા છોટાઉદેપુર સબજેલ ખાતે બંદીવાન ભાઈઓ અને બહેનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત,જેલ સલાહકાર સમિતિના સભ્ય અને ભાજપ મહિલા મોરચાના મહામંત્રી વૈશાલીબેન બારીયા, ભાજપ સંગઠનના મંત્રી મમતાબેન પટેલ સહિત મહિલા મોરચાની બહેનો ઉપસ્થિત રહી સબજેલ ખાતે બંદીવાન ભાઈઓ અને બહેનોને રાખડી બાંધી અને મોઢું મીઠું કરાવી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર