છોટાઉદેપુર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા છોટાઉદેપુર નગરના દરબાર હોલ ખાતે વિકાસ સપ્તાહ તેમજ બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ મહિલા અને બાળ સમિતિના ચેરમેન ધર્મિષ્ઠબેન રાઠવાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં તેઓની સાથે જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત, જી.આર.ડી.કમાંડર લીલાબેન રાઠવા,મદદનીશ કમિશનર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વિ.પી રાઠોડ,દહેજ પ્રતિબંધક અધિકારી, ડૉ.મોનિકાબેન બ્રહ્માકુમારી, જિલ્લા મિશન કો ઓર્ડીનેટર ચેતનાબેન, તેમજ તેમની ટીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓની માહિતી જેન્ડર સ્પેશિયાલિસ્ટ નિમિષાબેન રાઠવા દ્વારા આપવામાં આવી હતી.

ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટરના કેશ વર્કર બહેન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર વિશે માહિતી આપવામાં આવી હતી. ICDS વિભાગ માંથી આવેલ દિકરીઓ દ્વારા વકૃત્વ સ્પર્ધા કરવામાં આવી હતી. જેમાં બેટી બચાવો બેટી પઢાવો, આરોગ્ય, શિક્ષણ, હાઇજેનિક તમામ વિષયો ઉપર દિકરીઓ દ્વારા વક્તવ્ય આવ્યું હતું. જેમાંથી એક થી ત્રણ નંબરની વિજેતા દિકરીઓને સ્કૂલ બેગનું ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

