શ્રી ગણપતિ દાદાની અસીમ કૃપા અને પ. પૂ. ઉષામૈયાના આશીર્વાદ સાથે સાવરકુંડલા શહેરના સદભાવના ગ્રુપ આયોજિત ગણેશોત્સવની ઉજવણી અંતર્ગત આજરોજ પૂરી શ્રધ્ધા અને આસ્થા સાથે ગણપતિ દાદાની શાહી સવારી સાથે દબદબાભેર આગમન થયું એ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી.

સાવરકુંડલા ખાતે આજરોજ ગણેશચતુર્થીના પાવન દિવસે સાવરકુંડલા સદભાવના ગ્રુપ આયોજિત ગણેશોત્સવની ઉજવણી અંતર્ગત પૂરી શ્રધ્ધા, ઉમંગ અને ઉત્સાહ ગણપતિ દાદાના આગમન સાથે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી. ગણપતિ બાપાના આગમનને વધાવવા શહેરના લોકો ઉમટી પડ્યા હતા.

વિશાળ કાર કાફલા,સાથે નાસિક ઢોલ અને ડી. જે. ના સથવારે ૫૧ દીકરીઓની કળશયાત્રા સાથે ખૂબજ દબદબાભેર ગણપતિ બાપાની શાહી આગમન થયું હતું
આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી શહેરમાં ઠેર ઠેર ગણપતિ બાપાને સત્કારવા માટે ભાવિકજનોની ભારે ભીડ જોવા મળી હતી.
પ્રિયંક પાંધી

