Gujarat

‘‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની…’’ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪

રાજ્ય સરકારના સનદી અધિકારીશ્રીઓએ છોટાઉદેપુર જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ભુલાકાઓને શાળા પ્રવેશ કરાવ્યો
 સમગ્ર રાજ્યમાં ‘‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની…’’ થીમ આધારિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત જિલ્લાના અધિકારી-પદાધિકારીઓ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી જિલ્લામાં નિયુક્ત કરાયેલા સનદી અધિકારીશ્રીઓ પણ શાળા પ્રવેશોત્સવમાં સહભાગી બની રહ્યા છે.
જે અન્વયે છોટાઉદેપુર જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જિલ્લા કલેકટર  અનિલ ધામેલીયા અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર કરજવાંટ, ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર રૂપવંત સિંહ એ રૂમડિયા, કરજવાંટ તથા સ.મા. શાળા કરજવાંટ, ફૂડ સિવિલ સપ્લાઇસ એન્ડ કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટના  હેમંત માળી એ ભેખડીયા, મોટાવાંટા તથા આદિવાસી મા. શાળા કનાબેટ, વન અને પર્યાવરણ વિભાગના  એન.ડી.નિસરતા એ રાજાવાંટ, સૈડીવાસણા તથા સ.મા સે. શાળા સૈડીવાસણા, એ.પી.સી.સી.એફ, રિસર્ચ એન્ડ ટ્રેનિંગ કે.એસ.રંધવા એ કંડા પ્રાથમિક શાળા, ભીખાપુર પ્રાથમિક શાળા તથા ભીખાપુર આદિવાસી સા. હાઈસ્કૂલ, લેબર સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટના શ્રી માલદે જી. એ ભુર્યાકુવા, માંકણી તથા વિદ્યામંદિર – માંકણી, કમિશનર ટેકનીકલ શિક્ષણની કચેરીના સંયુક્ત નિયામકશ્રી ડૉ. કેતન મોદી એ મોટા કાંટવા, ઉછાપાન તથા આદિવાસી માધ્યમિક શાળા ઉછાપાન અને કોટેજ અને રૂરલ ઇન્ડસ્ટ્રીઝના કમિશનરશ્રી પ્રવીણભાઈ સોલંકી એ દામાપુર પ્રાથમિક શાળા, બોરતલાવ પ્રાથમિક શાળા તથા બોરતલાવ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ઉપસ્થિત રહીને બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં કલસ્ટર મુજબ ત્રણ પ્રાથમિક શાળાઓમાં અનુક્રમે સવારે ૦૮-૦૦ થી ૦૯-૩૦ કલાક, સવારે ૧૦-૦૦ થી ૧૧-૩૦ કલાક તથા બપોરે ૧૨-૦૦ થી ૦૧-૩૦ કલાક દરમિયાન બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવી રહ્યો છે.