Gujarat

આઇસીડીએસ કઠલાલ દ્વારા સુપોષણ સંવાદ દિવસની ઉજવણી

આઇસીડીએસ કઠલાલ ઘટક ના સીડીપીઓ અલકાબેન રાઠોળ દ્વારા મંગળ દિવસ અંતર્ગત સુપોષણ સંવાદ દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેમાં  કઠલાલ તાલુકાના અનારા , અવિચળના મુવાડા , અભરીપુર , ગોગજીપૂરા  , જેસંગપુર ના મુવાડા , ભાટવાડા તેમજ લસુન્દ્રા સહિત ઘટક ના કુલ ૧૮૯ આંગણવાડી કેન્દ્ર ખાતે મંગળ દિવસ અંતર્ગત સૂપોષણ દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં તમામ કેન્દ્ર ખાતે નોંધાયેલ નવી સગર્ભા બહેનો ને શ્રીફળ , સાકર , ફળ તેમજ મગ અને ગોળ આપી શ્રીમંત વિધિ કરવામાં આવી. તેમજ  સગર્ભાવસ્થા  દરમિયાન પૌષ્ટિક આહાર લેવો  IFA કેલ્શિયમ ગોળી નું મહત્વ  નિયમિત આરોગ્ય તપાસ અને અન્ય માહિતી આપવામાં આવી.