ગરબા હરીફાઈમાં નાની મોટી બાળાઓએ રાસગરબાની રમઝટ બોલાવી
માંગરોળ શહેરમાં છેલ્લા 36 વર્ષથી પોલીસ પરિવાર સંચાલિત જય અંબે પોલીસ લાઈન ગરબીમા સંપુર્ણ પ્રાચીન પરંપરાગત રાસગરબા સાથે દરરોજ અલગ-અલગ તલવાર રાસ, લાઠી રાસ, ગોળા રાસ, મણિયારો રાસ જેવા કાર્યક્રમો યોજી માં અંબાના મહાપર્વ નવરાત્રી ની ઉજવણી કરાઈ હતી ત્યારે આજે શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી અંતર્ગત જય અંબે પોલીસ લાઈન ગરબી મંડળ દ્વારા આયોજીત પ્રાચીન રાસ ગરબા સ્પર્ધાના ભવ્ય આયોજનમાં પણ 300 થી વધુ નાની મોટી બાળાઓએ ટ્રેડિશનલ ભાતીગળ વસ્ત્રોમાં સજ્જ થઇ રાસગરબાની રમઝટ બોલાવી હતી જે ભાગ લેનાર ખેલૈયાઓ બહેનો માંથી નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતા બહેનો બાળાઓને ઉપસ્થિત પોલીસ અધિકારી શહેરના અગ્રણીઓ તેમજ પત્રકાર મિત્રો હસ્તે શિલ્ડ તેમજ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ અવસરે શહેર તેમજ આસપાસ ના ગ્રામ્ય વિસ્તાર ના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા..
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ

