Gujarat

એડમિરલ આર.એલ. પરેરા, પીવીએસએમ, એવીએસએમ (૧૯૨૩-૧૯૯૩)ની શતાબ્દી ઉજવણી

એડમિરલ આર.એલ. પરેરા, પીવીએસએમ, એવીએસએમ (૧૯૨૩-૧૯૯૩)ની શતાબ્દી ઉજવણીને અનુલક્ષીને, ભારતીય નૌકાદળ અને સેન્ટ જાેસેફ સ્કૂલ (નોર્થ પોઇન્ટ), દાર્જિલિંગે સંયુક્તપણે ૧૫ માર્ચ ૨૪ના રોજ શાળા કેમ્પસમાં સ્મારક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.

એડમિરલ પરેરા, જેને પ્રેમથી ‘રોની પી’ તરીકે ઓળખવામાં આવે છે, તેઓ ૧૯૭૯માં નૌકાદળના ૯મા વડા બન્યા, ૧૯૩૨-૩૭ની વચ્ચે શાળાના પૂર્વ વિદ્યાર્થી હતા. શાળાએ ફૂટબોલ ટૂર્નામેન્ટ અને નિબંધ લેખન સ્પર્ધા યોજીને એડમિરલની સ્મૃતિની ઉજવણી કરી હતી. આ પ્રસંગને શાળામાં ઉત્સવો સાથે ચિહ્નિત કરવામાં આવ્યા હતા અને નૌકાદળના મુખ્ય મથકના અધિકારીઓની એક ટીમ ઉજવણીમાં જાેડાઈ હતી.

સીડીઆર અનુપ થોમસે એડમિરલ પરેરાના જીવન અને સમય વિશે વાત કરી હતી અને સીડીઆર ગુરબીર સિંહે ૮૦૦થી વધુ વિદ્યાર્થીઓના મેળાવડાને ભારતના દરિયાઇ ઇતિહાસ અને નૌકાદળમાં કારકિર્દીની રોમાંચક તકો વિશે માહિતી આપી હતી. મુલાકાતી અધિકારીઓએ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સાથે વાતચીત પણ કરી હતી તથા ભારતીય નૌકાદળમાં કારકિર્દીની તકો વિશે તેમના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

આ પ્રસંગે ભારતીય નૌકાદળે પણ અઢી લાખ રૂપિયાનો ચેક શાળાને અર્પણ કરીને એડમિરલની યાદમાં ‘રોલિંગ સ્પોર્ટ્‌સ ટ્રોફી’ અને સ્કોલરશિપની સ્થાપના કરી હતી. મુલાકાતી અધિકારીઓ અને ફેકલ્ટીએ એડમિરલ આર.એલ. પરેરાની યાદમાં એક વૃક્ષ પણ રોપ્યું હતું. શાળાના પ્રિન્સિપાલ અને રેક્ટર ફાધર સ્ટેનલી વર્ગીઝે નૌકાદળના અધિકારીઓનું સન્માન કર્યું હતું.