માંગરોળ તાલુકાના રહિજ ગામે તા. 21/05/2024 ને મંગળવાર,વૈશાખ સુદ તેરસના રોજ સ્વ.જાદવભાઈ દેવાયતભાઈ રામ(રહે.ભમ્મર વિસ્તાર રહિજ)નું દુઃખદ અવસાન થયેલ છે, જેઓ નગાજણભાઈ જાદવભાઈ રામના પિતાશ્રી થાય છે.
આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા સ્વ.જાદવભાઈના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આથી રહિજ ગામના સામાજીક અગ્રણી દિનેશભાઈ નંદાણિયા દ્વારા શિવમ ચક્ષુદાન આરેણાના સંચાલકશ્રીને જાણ કરતા, લોએજ ગામના રાજેશભાઈ સોલંકી તેમજ ધર્મેશભાઈ ચાંડેરાએ મૃતકના બન્ને ચક્ષુ લીધા હતા.જેને રહિજ ગામેથી શિવમ્ ચક્ષુદાન કેન્દ્ર આરેણા સુધી પહોંચાડવા માટે રહિજ ગામના વતની અને અધ્યારુ હોસ્પિટલમાં ફરજ બજાવતા તેમજ શિવમ્ ચક્ષુદાન સાથે સંકળાયેલા હરદિપસિંહ જેઠવા તેમજ મજબુતસિંહ પરમાર દ્વારા વ્યવસ્થા કરી આપેલ જે ચક્ષુ કરશનભાઈ વાજા દ્વારા ડૉ.થાનકી સાહેબની મુનિ સંત બાલાજી આઈ બેંક અને હોસ્પિટલ વેરાવળ,જિ.ગીર સોમનાથને પહોંચાડવામાં આવ્યાં હતાં.આ રીતે ચક્ષુદાન માટેની સમગ્ર પ્રક્રિયા આ રીતે માનવ સાંકળ દ્વારા શક્ય બને છે.જે તમામ કાર્યકરોને આભારી છે.
આજના આ ચક્ષુદાન સમયે દેવશીભાઈ જેઠાભાઈ રામ,રાહુલભાઈ હરદાસભાઈ રામ,રમેશભાઈ ગોવિંદભાઈ રામ તેમજ ખીમાભાઈ ગોવિંદભાઈ રામ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો તેમજ આ ચક્ષુદાન સમયે તેમના નજીકના સગા સબંધી પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.
રામ પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને સ્વ.જાદવભાઈને શ્રધ્ધાંજલી અર્પે છે.
આ પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.
રામ પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્સ ગૃપ,વંદેમાતરમ્ ગૃપ-માંગરોળ,સ્વ.લક્ષ્મણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ,શ્રી ડુગરગુરુ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જુનાગઢ,ગીરનારી બ્લડ ગૃપ-જુનાગઢ,ભારત વિકાસ પરિષદ,માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો,માંગરોળ ડોક્ટર એસોસિએશન, ઈન્ડિયન વુમન રાઈટ્સ એસોસિયેશન-માંગરોળ તેમજ પ્રભાતફેરી ધૂન મંડળ દ્વારા બિરદાવવામાં આવે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની શક્તિ પ્રભુ આપને આપે તેવી પ્રાર્થના કરીએ છીએ. તેમજ સ્વર્ગસ્થ જાદવભાઈના આત્માને શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી….
મિત્રો આ તકે આપને જણાવી એ છીએ કે આપણા વિસ્તાર મા કોર્નિયા થી અંધ લોકો આપના ધ્યાનમાં હોય તો એમના ઓપરેશન પહેલા ની તપાસ કરી ને ઓપરેશન માટે ફીટ હોવી જોઈએ. મતલબ આ આંખ ના કોર્નિયાનું પ્રત્યારોપણ ત્યારે જ શક્ય બને છે કે એમના સ્નાયુ બિલકુલ સ્વસ્થ હોય, પડદો આંખનો ડેમેજ ન થયો હોય, આંખનું પ્રેશર નોર્મલ હોવું જરૂરી છે સાથે સાથે બી.પી., ડાયાબિટીસ વગેરે પણ જોવાતું હોય છે. આમ જે લોકો ને કોર્નિયા થી અંધ વ્યક્તિ હોય એમને ભારત કોર્નિયા અંધત્વ મુક્ત અભિયાન અંતર્ગત નેત્ર પ્રત્યારોપણ શક્ય હોય છે.આવી વ્યક્તિ ની જાણ કરવા વિનંતી છે જેથી એમને આપણે દ્ષ્ટિ ફરી થી અપાવી શકીએ.

