Gujarat

વિશ્વ એઇડ્સ દિવસ (જાગૃતિ કાર્યક્રમ સાવરકુંડલા) નિમિત્તે એ.ડી.એન.પી.+ સંસ્થા દ્વારા સાપ્તાહિક કાર્યક્રમ અંતર્ગત ચાણક્ય ટ્યુશન ક્લાસીસ સાવરકુંડલા ખાતે એચ. આઈ. વી. અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું 

અમરેલી ડીસ્ટ્રીક નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચ.આઈ.વી. એઇડ્સ સાથે લોકોના સંગઠનની સ્થાપના તારીખ ૦૬-૦૧-૨૦૦૫ તારીખ ના રોજ કરવામાં આવી. આ સંસ્થા એચ.આઈ.વી. એઇડ્સ સાથે જીવતા લોકો માટે કામ કરે છે. આ સંસ્થા હાલ માં સમગ્ર પ્રોજેકટ ચાલે છે તે ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ લીવીંગ વિથ HIV AIDSના ટેકનીકલ સહયોગથી સંકલનથી કામ કરે છે.
અમરેલી ડીસ્ટ્રીક નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચ.આઈ.વી. એઇડ્સ એ HIV સાથે જીવતા લોકોના જીવનમાં સુધારો લાવવો અને તેને કેર એન્ડ સપોર્ટ સેન્ટર ની તમામ સુવિધાઓ આપવામાં આવે છે. તેમાં ખાસ કરીને LFU/MIS કેસ ટ્રેક બેક, સપોર્ટ ગ્રુપ મીટીંગ, અને કાઉન્સેલિંગ એકટીવીટી, HIV ટેસ્ટીંગ, તેમનું સતત ફોલોઅપ, તમામ સહાય જેમાં તબીબી સહાય, શિષ્યવૃત્તિ વગેરે આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અમરેલી ડીસ્ટ્રીક નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચ.આઈ.વી. એઇડ્સ સંસ્થામાં હાલ ૨૩૭૦ HIV લોકો રજીસ્ટર થયેલ છે. અને તેમને સેવા આપવાનો જીલ્લા કક્ષાએ પ્રયાસ કરવામાં આવે છે.
ઉપરોક્ત વિષય અનુસંધાન જણાવવાનું કે ૧ લી ડીસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે એ.ડી.એન.પી+ સંસ્થા દ્વારા સાપ્તાહિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવવાનું હોવાથી  તારીખ ૦૩-૧૨-૨૦૨૪ ના રોજ એ.ડી.એન.પી.+ સંસ્થા દ્વારા ચાણક્ય ટ્યુશન કલાસીસ સાવરકુંડલા ખાતે એચ.આઈ.વી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં પ્રોગ્રામ માં એ.ડી.એન.પી+ સંસ્થામાંથી ચંદ્રકાંત રાઠોડ તથા દિલીપ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ચાણક્ય ટ્યુશન ક્લાસીસના જેસિગસર અને મનોજસર દ્વારા હકારાત્મક પ્રતિસાદ આપવામાં આબ્વેલ હતો સાથે કુલ ૬૦ વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને સંસ્થાનો પરિચય,એચ.આઈ.વી/એઈડ્સની પ્રાથમિક માહિતી આપવામાં આવેલ હતી. સાથે તેમના પ્રશ્નોનું સમાધાન કરવામાં આવેલ હતું. અને કાર્યક્રમને સફળ બનાવેલ હતો.એમ પ્રમુખ જીજ્ઞાબેન એ.ડી.એન.પી.+, ની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું
બિપીન પાંધી સાવરકુંડલા