Gujarat

ધી માધવપુરા મર્કેન્ટાઇલ કો ઓપરેટિવ બેન્કના કરોડો રૂપિયાના કૌભાંડમાં આરોપીઓ સામે મેટ્રોપોલીટીન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચારજફરેમ કરવામાં આવ્યા

એડિશનલ ચીફ મેટ્રોપોલીટીન મેજિસ્ટ્રેટએ ધી માધવપુરા મર્કેન્ટાઇલ કો ઓપરેટિવ બેન્કના કરોડો રૂપિયાના કૌભાંડમાં ખાતેદારો થાપણદારોના વિમાના પૈસા ચાંઉ કરી જવાન પ્રકરણમાં બેંકના સીઈઓ આરએમ શાહ સામે આખરે ૨૩ વર્ષના બાદ છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજોની કલમો હેઠળ ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો છે.

ધી માધવપુરા મર્કેન્ટાઇલ કો ઓપરેટિવ બેન્કના કૌભાંડમાં ખુદ બેંકના જ ખાતેદારો અને થાપણદારોના વિમાનની રકમ ચાલુ કરી લેવાના ચકચારી કેસમાં તત્કાલીન આરોપી સીઈઓ અરે એમ શાહ વિરુદ્ધ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તારીખ ૧૨-૭-૨૦૦૪ ના રોજ ચાર્જ ફ્રેમ કરવામાં બે ફરિયાદ દાખલ કરાઈ હતી.ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે જુલાઈ ૨૦૧૨માં માધવપુર બેંક ખર્ચામાં જતા બેંકમાં લિક્વિડેટરની નિમણૂક કરાઈ હતી. આ કેસમાં ડીઆઈસીજીસીઆઈ માંથી ખાતેદાર થાપણદારોના વિમા ની ચુકવણી માટે બેંક તરફથી ૨૮૫૬ ખાતામાંથી ૨૪૬૧ કેસની યાદી અપાઈ હતી

પરંતુ બેંકના તત્કાલીન સીઇઓ સહિતના અધિકારીઓને ખબર હોવા છતાં સાચી હકીકત છુપાવી કલમ ૧૬ ૩ નો ભંગ કરી ખાતાઓને મર્જ કર્યા વિના માહિતી પૂરી પાડી હતી અને જેને કારણે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ને રૂપિયા ૪૦૦ પોઈન્ટ ૯૨ કરોડની બેંકની ચુકવણી કરવી પડી હતી બેંક તરફથી અપાયેલી ખોટી માહિતી અને વિગતોના કારણે કોર્પોરેશનની રૂપિયા ૭.૫ કરોડનું મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો

આ કેસમાં ધી માધવપુરા મર્કેન્ટાઇલ કો ઓપરેટિવ બેંકની ગંભીર ગેરરીતિ ને લઈ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ગત તારીખ ૧૨-૩-૨૦૦૧ ના રોજ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ બેન્ક નું ક્લિયરિંગ નું કામકાજ સસ્પેન્ડ કરી દીધું હતું. નવી દિલ્હી સ્થિત સેન્ટ્રલ રજીસ્ટર કો ઓપરેટિવ સોસાયટીઝ દ્વારા માધવપુર બેંકને પુનર્જીવિત કરવા માટે દસ વર્ષની રિવાઇવલ સ્કીમ હેઠળ મૂકી હતી પરંતુ તમામ પ્રયાસો છતા બેંક પુનર્જીવિત થઈ શકી ન હતી અને આખરે ૨૪ ૮ ૨૦૧૧ ના રોજ નક્કી કરાયું કે બેન્કની ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન એક્ટ ૧૯૬૧ ની કલમ ૩૫ (એ) હેઠળ મૂકવામાં આવે અને આરબીઆઈ દ્વારા તારીખ ૧-૬-૨૦૧૨ ના રોજ બેંકનું લાઈસન્સ પણ રદ કરી દેવામાં આવ્યું હતું.