Gujarat

રાણપુર શહેરમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રણ દિવસ ચાતુર્માસ સંત પારાયણ યોજાશે

વિધવાન સંત પૂજ્ય જનમંગલ સ્વામી સોમવાર થી 3 દિવસ સાંજે 6:30 થી 8:30 સુધી કથાવાર્તાનો લાભ આપશે..

બી.એ.પી.એસ.સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાતુર્માસ સંત પારાયણનું અનેરૂ મહત્વ રહેલું છે સત્સંગ વિના રે સુખ ક્યાંય નથી રે લોલ… જે અંતર્ગત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના પાદાર્વિંદ થી પાવન થયેલી બોટાદ જીલ્લાના રાણપુરની પવિત્ર ભૂમિ પર ચાતુર્માસ સંત પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.બી.એ.પી.એસ. સંસ્થાના અનુભવી અને વિધ્વાન સંત પૂજ્ય જનમંગલ સ્વામી દ્વારા કથાવાર્તા નો લાભ આપવામાં આવશે.રાણપુર બી.એ.પી.એસ.સ્વામિનારાયણ સત્સંગ મંડળ તેમજ સાધુ મુનિસેવાદાસ સ્વામી તેમજ સાધુ અમૃતસેવકદાસ સ્વામી દ્વારા આ કથાવાર્તા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કથાવાર્તા તારીખ 29 જુલાઈથી 31 જુલાઈ સોમવાર,મંગળવાર અને બુધવાર ત્રણ દિવસ સાંજે 6:30 કલાકથી રાત્રિના 8:30 કલાક સુધી બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર ખાતે આ ચાતુર્માસ સંત પારાયણ નું ભવ્ય આયોજન મોકલવામાં આવ્યું છે તેમજ સંત પારાયણ બાદ પ્રસાદ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો તમામ હરિભક્તોએ રાણપુર બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર ખાતે આ ત્રણ દિવસીય સંત પારાયણનો લાભ લેવા બી.એ.પી.એસ.સ્વામિનારાયણ સત્સંગ મંડળ અને પૂજ્ય મુનીસેવાદાસ સ્વામી દ્વારા જાહેર લોકો જનતા ને આ કથાવાર્તા નો લાભ લેવા માટે જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે..
તસવીર:વિપુલ લુહાર,રાણપુર