જામનગરમાં લોકોને સરળતાથી લોન મળી રહે અને વ્યાજના ચુંગાલમાં ફસાય નહીં તે માટે પોલીસ દ્વારા સંવેદના દાખવી બેંકો સાથે મળી જનસંપર્ક અને લોનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થળ પર જ 13 લાખ ઉપરાંતના ચેક જરૂરિયાતમંદોને આપવામાં આવ્યા હતા.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ જામનગર પોલીસવડા પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં આ લોનમેળો યોજાયો હતો. લોનમેળામાં જરૂરિયાતમંદ વર્ગને લોન અંગેની પ્રક્રિયા સમજાવવામાં આવી હતી.
એટલું જ નહીં સ્થળ પર જ લોન પ્રક્રિયા માટે સરકારી કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. પોલીસ હેડક્વાર્ટર આયોજીત આ મેળામાં 400 જેટલા લોક જોડાયા હતાં. જે પૈકી સાત વ્યક્તિને સ્થળ પર લોન ધિરાણના ચેક અર્પણ કરવામાં આવ્યા હતાં.
જેમાં શૈલેષભાઇ રાઘવજીભાઇ વસોયાને સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંક તરફથી રૂપિયા રૂા.300000 નો ચેક, રઘુવીરભાઇ ભીખુભાઇ ગોહિલને સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંક તરફથી રૂા.220000, રાજુભાઇ હિરાભાઇ પરમારને સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંક તરફથી રૂા.297000, દિપભાઇ પાલાભાઇ માતંગને સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંક તરફથી રૂા.297000, સોનિયાબેન ભરતભાઇ ખાનિયાને સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંક તરફથી રૂા.50,000, શોયબઅખ્તર શોકતઅલી કેરને સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંક તરફથી રૂા.1,15000, અયુબભાઇ હાજીભાઇ ભગાડને સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંક તરફથી રૂા.1,15,000 ના એક અપાયા હતાં. આમ કુલ રૂા.13.94 લાખના ચેક અર્પણ કરાયા હતાં

