Gujarat

છોટાઉદેપુર તથા સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહિબિશનના ગુનાના રાજ્ય બહારનો નાસતો-ફરતો આરોપીને મધ્યપ્રદેશના મનાવર ખાતેથી પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…..

  આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને મૌખિક સુચના આપેલ………જે અન્વયે આજ રોજ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને બાતમી હકીકત આધારે પ્રોહિબિશનના ગુનાના કામનો રાજ્ય બહારનો નાસતો ફરતો આરોપી સુનીલભાઇ કરશનભાઇ  ચૌગડ રહે-મોરીયાગામ સુથારી ફળીયા તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી) નાઓ ઇન્દોર ખાતે છે ગયેલ હોવાની બાતમી હકીકત મળતા એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ મનાવર (એમ.પી) ખાતેથી સદર ઇસમ ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.