Gujarat

ગુજકોસ્ટ(GUJCOST) દ્વારા છોટાઉદેપુર જિલ્લા કક્ષાની ઓનલાઈન ગુજરાત સ્ટેમ ક્વિઝ ૩.૦ તા.૦૨ થી ૦૫મી ડીસેમ્બર દરમ્યાન યોજાશે. રજીસ્ટ્રેશન કરાવેલ વિધાર્થીઓ ક્વીઝમાં ભાગ લઇ શકશે

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર,ડી.એસ.ટી ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા જિલ્લા કક્ષાની ઓનલાઈન સ્ટેમ ક્વીઝ તા.૦૨ થી ૦૫મી ડીસેમ્બર ૨૦૨૪  દરમ્યાન યોજાનાર છે.
રજીસ્ટ્રેશન કરાવેલ વિધાર્થીઓ ક્વીઝમાં ભાગ લઇ શકશે.વિદ્યાર્થીઓના નવા યુઝર આઈડી અને પાસવર્ડ રજીસ્ટ્રેશન સમયે દર્શાવેલ ઈ-મેઈલ તથા મોબાઈલ નબર ઉપર મોકલી આપવામાં આવેલ છે તેમજ છોટાઉદેપુર જિલ્લામાં દરેક તાલુકા દીઠ હેલ્પ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે જેમાં નિમણુક કરેલ તાલુકા કો-ઓર્ડીનેટર હાજર રહી બાળકોને પરીક્ષા માં મદદરૂપ થશે.
મહત્તમ સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી બને તે અન્વયે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી છોટાઉદેપુર,જિલ્લા કો-ઓર્ડીનેટર ઇન્દ્રસિંહ ડી રાઠોડ તથા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુર ટીમ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર