છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સૂચના મુજબ છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા બાટમીના આધારે સંખેડાના દમોલી ગામે ઓરસંગ નદીના પટમાં સાદી રેતીનું ખનીજ બિનઅધિકૃત રીતે ખનન અને વહન કરતા એક હીતાજી મશીન અને બે ટ્રકને ઝડપી પાડવામાં આવી હતી. ખાન ખનીજ વિભાગે આશરે એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ કરેલ છે.