Gujarat

છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગની ટીમે કેવડી ગામ પાસે સાદી રેતી ખનીજનું બિન અધિકૃત વહન કરતા ત્રણ જેટલા ટ્રેક્ટરોને ઝડપી પાડ્યા હતા

છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સૂચના મુજબ છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગની ટીમે બાટમીના આધારે છોટાઉદેપુરના કેવડી ગામ પાસેથી સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત વહન કરતાં ત્રણ જેટલા ટ્રેકટરોને ઝડપી પાડ્યા હતા. ખાન ખનીજ વિભાગે આશરે ૧૫ લાખનો મુદ્દામાંલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરેલ છે.