Gujarat

છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે,ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા ગુડા અલસીપુર ગામેથી સાદી રેતીનું વહન કરતાં બે ટ્રકોને ઝડપી પાડી હતી

છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગના અધિકારીની સુચના મુજબ છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા બાટમીના આધારે છોટાઉદેપુરના ગુડા અલસીપુર ગામેથી બિન અધિકૃત સાદી રેતીનું વહન કરતાં બે ટ્રકોને ઝડપી પાડી હતી. ખાન ખનીજ વિભાગે આશરે 50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સાથે છોટાઉદેપુરના નાલેજ પીપલેજ ગામેથી ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા બિનઅધિકૃત રેતીનું વહન કરતાં બે ટ્રેક્ટરને ઝડપી પાડ્યા હતા. જેમાં ખાન ખનીજ વિભાગે આશરે 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ખાન ખનીજ વિભાગે મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ખાન ખનીજ વિભાગની કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.