Gujarat

સંખેડા પોલીસ સ્ટેશન ના ગોલા ગામડી ચેક પોસ્ટ પાસેથી કિ.રૂ.૩૭,૩૮૦/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

 આર.વી.ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરનાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી હેરાફેરી સદંતર રીતે  નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ….. જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ જે હકીકત આધારે ગોલાગામડી ચેક પોસ્ટ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૩૭,૩૮૦/-નો મુદામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મારૂતી સુઝુકી કંપનીની ઇક્કો ફોર વ્હિલર ગાડી રજી. નંબર GJ-02-BP-8508 ને સાથે આરોપીઓ વરશનભાઇ ગમજીભાઇ વાસ્કલે અને નારણભાઇ દલસિંહ તોમરને પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી સંખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.