Gujarat

ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહિબીશનના ગુનાના કામે પકડવાનો બાકી આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સુચના કરેલ જે અન્વયે આજ રોજ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને બાતમી હકીકત આધારે ઝોઝ પોલીસ સ્ટેશન ||I પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૧૨૨૪૦૯૫૯/૨૦૨૪ ના કામે પ્રોહિબીશનના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી અરવીંદભાઇ બચલાભાઇ રાઠવા રહે- કોલી, મંદીર ફળીયા તા.જી.છોટાઉદેપુર નાઓ હાલ લેહવાંટ ફાટક પેટ્રોલ પંપ પાસે અલીરાજપુર જવા માટે બેસવા માટે ઉભો છે. જે હકીકત આધારે તે જગ્યા પર જઇ વર્ણન મુજબના ઇસમને કોર્ડન કરી તેનુ નામઠામ પુછતા ઉપર મુજબ જણાવેલ જેથી સદર ઇસમ ને પકડી પાડી BNSS > કલમ ૩૫(૧)(જે) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર