આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ….જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા તે દરમ્યાન ચોક્કસ બાતમી હકિકત મળેલ કે એક ઇસમ ચોરીનો ટચ સ્ક્રિન મોબાઇલ તેની પાસે રાખી વાપરતો હોય તેવી બાતમી હકિકત આધારે સદર ઇસમને કોર્ડન કરી પકડી અંગ ઝડતી કરતા એક ટચ સ્ક્રિન મોબાઇલ મળી આવતા તેની માલીકી અંગે આધાર-પુરાવો માંગતા તેની પાસે કોઇ આધાર પુરાવો મળી આવેલ નહી જેથી સદરી ઇસમને વિશ્વાસમાં લઈ યુક્તી-પ્રયુક્તીથી પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે આઠેક મહિના પહેલા મધ્યપ્રદેશના ફૂલમાંલ ગામેથી મંડપ બાંધવાના કામકાજ અર્થે ગયેલ ત્યારે ટચ સ્ક્રિન મોબાઇલ મળી આવેલ જેથી ટચ સ્ક્રિન મોબાઇલ બાબતે ખાતરી કરતાં અલીરાજપુર પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ફોન ગુમ થયેલાની અરજી આપેલ હોવાનું જણાઈ આવેલ જેથી પકડાયેલ ઇસમ વિક્રમભાઈ નાનકાભાઈ રાઠવા ને સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

