આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરનાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃતિ/હેરાફેરી * સદંતર રીતે નેસ્તનાબુદ થાય તે રીતેની સુચના કરેલ…
જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓ એએલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે થારકુવા ગામે જંગલમાં ઝાડી ઝાખારાઓમાં એક બજાજ કંપનીની પલ્સર મોટર સાયકલ જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-34-L-9034 સાથે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખેલ છે તેવી હકિકત આધારે રેઇડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુ.કિ.રૂ.૭૪,૨૪૦/- નો મુદામાલ તથા ઉપયોગમાં લિધેલ બજાજ કંપનીની પલ્સર મોટર સાયક્લને ઝડપી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.