Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં રાઠવા જાતિ નો પ્રશ્ન ફરી ઉઠ્યો, રાઠવા સમાજના ઉમેદવારો દ્વારા આજે આદિવાસી સમાજના આગેવાન વિષ્ણુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું

છોટાઉદેપુર જિલ્લામાં રાઠવા આદિવાસી સમાજના વિવિધ સરકારી વિભાગોમાં પસંદગી પામેલ ઉમેદવારોને સત્વરે નિમણૂક પત્ર આપવા બાબતે આજે રાઠવા સમાજના ઉમેદવારો દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. વર્ષ 2021- 22 2022 – 23 માં આરોગ્ય બિન સચિવાલય એલઆરડી તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્ક ગ્રામસેવક તેમજ વિવિધ સરકારી વિભાગોમાં આદિવાસી સમાજના ઉમેદવારો પસંદગી પામેલ છે.
પરંતુ છેલ્લા લાંબા સમયથી જાતિના પ્રમાણપત્રની ખરાઈના કારણે હજુ સુધી નોકરીના ઓર્ડરો મળેલ નથી. વર્ષોથી છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી જાતિના પ્રમાણપત્રને લઈને પ્રશ્ન છે. જેને લઇને અગાઉ રાજકીય પક્ષના તમામ નેતાઓ એક સાથે ભેગા થઈને આંદોલન પણ કર્યું હતું. પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. જેને લઈને આજે રાઠવા સમાજના ઉમેદવારો દ્વારા આદિવાસી સમાજના આગેવાન વિષ્ણુભાઈ રાઠવા ની ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. અને તેઓએ રજૂઆત કરી હતી. કે સરકાર આ બાબતે ગંભીર નોંધ લઈને રાઠવા આદિવાસી સમાજના ઉમેદવારોને નોકરીના ઓર્ડર મળે તેવી રજૂઆત કરી હતી. અને સરકાર આ બાબતે ધ્યાન આપે નહીં તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉમેદવારોએ ઉચ્ચારી હતી.