છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા એ જન સંપર્ક કાર્યક્રમ અંતર્ગત 138 જેતપુર પાવી વિધાનસભાના માણકા, સેડીવાસન,પાનવડ,કનલવા અને મોટી અમરોલ જિલ્લા પંચાયત ખાતે અપેક્ષિત કાર્યકર્તાઓ જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો સંગઠનના હોદ્દેદારો અને લોકો સાથે બેઠક કરી હતી. આ બેઠકની અંદર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાની સાથે ઉપસ્થિત પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા,જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવા, પાવીજેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ મુકેશભાઈ રાઠવા, પાવી જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ રાઠવા,ભાજપના નેતા ગોવિંદભાઈ રાઠવા સહિત ભાજપના આગેવાનો હોદેદારો લોકો અને કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ જિલ્લા પંચાયતની સીટો પર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને છોટાઉદેપુર લોકસભાની સીટ પાંચ લાખથી વધુની લીડથી કઈ રીતે જીતી શકાય તે અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી.

