Gujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા હેરાફેરીમાં વપરાયેલ મોટર સાયકલ સાથે કુલ કિ.રૂ.૮૯,૩૨૦/- નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો

 આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબિશનની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના અમલદાર નાઓને પ્રોહીની પ્રવુતી/હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવુતી સદંતર કે રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જે અનુસંધાને કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પ્રો. નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ પરમાર તથા પોલીસ ઇન્સપેકટર એ.સી.પરમાર નાઓ સ્ટાફ સાથે છોટાઉદેપુર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અંગત બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે ગોદરીયા ગામ તરફથી એક મોટર સાયકલ ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ગોદરીયા ડેમ ઉપર થઈ આગળ જનાર છે.તેવી મળેલ બાતમી હકીકત આધારે ગોદરીયા ડેમ પાસે પ્રોહીવોચ નાકાબંધીમાં હતા તે વખતે બાતમી હકીકત મુજબનાની વર્ણન વાળી મોટર સાયકલ આવતા દુરથી પોલીસની ગાડી જોઇ જતા મોટર સાયકલ છોડી ખેતરના રસ્તે ભાગી ગયેલ જેનો પીછો કરતા પકડાયેલ નહી. સદર મોટર સાયકલની બંન્ને સાઇડમાં કંતાનના કોથળામાં વિદેશી દારૂની પેટીઓ બાંધેલ હોઇ જે ખોલી જોતા જેમાં લાલ કલરના પુઠાવાળી દારૂની પેટીઓ ભરેલ હોય જે પંચો રૂબરૂ
બહાર કાઢી જોતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ માઉન્ટ ૬૦૦૦ ઓરીઝનલ સુપર સ્ટ્રોંગ બિયર ૫૦૦ મી.લીની પતરાની ટીન બીયરની પેટીઓ નંગ-૧૧ હોઇ જે એક પેટીમાં બીયર નંગ-૨૪ – લેખે કુલ પેટી નંગ-૧૧ માં કુલ બીયર નંગ-૨૬૪ કિં.રૂ.૩૪,૩૨૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા પ્રોહી મુદામાલની બાજુમાં એક એન્ડ્રોઈડ મોબાઈલ નંગ-૦૧ જેની કિં.રૂ.૫૦૦૦/- નો મળી આવેલ તથા ઉપરોક્ત ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ બજાજ કંપનીની ૨૨૦  પલ્સર મોટર સાયકલ જેની આગળ પાછળ રજી નંબર લખેલ ના હોઇ ની કિં.રૂ.૫૦,૦૦૦/- ગણી કુલ કિં.રૂ.૮૯,૩૨૦/- નાં મુદ્દામાલ સાથે ગણના પાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.